Western Times News

Gujarati News

ગુજરાત પોલીસે ૪૧૯ ચાઈનીઝ લોન એપ બંધ કરી

અમદાવાદ, ગુજરાત પોલીસે ચાઈનીઝ લોન આપતી ૪૧૯ એપ્લિકેશન પર પ્રતિબંધ લાદી દીધો છે. આ એપ્સથી ચાઈનીઝ સ્કેમર્સ લોકોના મોબાઈલની પ્રાઈવેટ ઈન્ફર્મેશનની ચોરી કરી લેતા હતા. એટલું જ નહીં ઉંચા વ્યાજદરો સાથે તેઓ લોન આપતા હતા. Gujarat Police closed 419 Chinese loan app

જેમાં એક દિવસ પણ રૂપિયાની ચૂકવણીમાં મોડુ થાય તો મોટી રકમની પેનલ્ટી પણ ફટકારી દેતા હતા. ડિજિટલ દુનિયામાં મોબાઈલની એક ક્લિકથી ઘરે બેઠા શાકભાજી, કરિયાણુ અને રેસ્ટોરાંમાંથી ફૂડ પણ આવી જાય છે. તેવામાં હવે કોવિડ-૧૯ સમયથી મોબાઈલ જગતમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો હતો. જે હતો ઓનલાઈન લોન અથવા માઈક્રોલોન્સ. નાણાકીય કટોકટી દૂર કરવા માટે લોકો લોન લેતા હોય છે.

પરંતુ શું તમે જાણો છો કે મોબાઈલમાં માત્ર એક ક્લિકથી તથા ઓનલાઈન ફોર્મ ભરી થોડા ડોક્યુમેન્ટ્‌સ આપી માઈક્રોલોન લઈ શકાય છે? છેલ્લા ૨ વર્ષમાં આ પ્રમાણેની લોન લેવાનો ટ્રેન્ડ વધ્યો છે. પરંતુ આ એક એવી જાળ છે જેમાં એકવાર ફસાયા તો વ્યાજ ભરતા રહી જશો.

ચાઈનીસ એપ્લિકેશન દ્વારા અપાતી ઓનલાઈન લોન્સ સૌથી પહેલા ફોનના તમામ એક્સેસ માગે છે. ત્યારપછી જે વ્યક્તિએ લોન લીધી છે તેના પ્રાઈવેટ ડોક્યુમેન્ટ્‌સ, ડેટાની ચોરી કરી રૂપિયાની ઠગાઈ કરતા હોય છે. ગુજરાત પોલીસ પાસે અવાર નવાર સાયબર ફ્રોડના કેસ આવતા હતા.

જેથી કરીને તેમણે એક ઝૂંબેશ ચલાવી અને એન્ડ્રોઈડ માર્કેટમાં ચાઈનીઝ એપ્સ કે જે લોન આપે છે તેની સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાત પોલીસ પાસે આવી એપ્લિકેશનથી છેતરપિંડી થઈ હોય એવી ૯૩૨ ફરિયાદો આવી ગઈ હતી.

માર્ચ ૨૦૨૨ સુધીમાં જ આટલી ફરિયાદો આવતા પોલીસ સતર્ક થઈ ગઈ. ત્યારપછી દરેક ફરિયાદના રૂટ્‌સ સુધી જઈને પોલીસે એપ્લિકેશનની વિગતો મેળવી અને વધુ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. તપાસ દરમિયાન પોલીસે આવી ૮૮૫ એપ્લિકેશનની ઓળખ કરી દીધી અને યોગ્ય પગલાં ભરી ૪૧૯ એપ્લિકેશનને એન્ડ્રોઈડ માર્કેટમાંથી રિમૂવ કરી દીધી છે.

ઓનલાઈન લોન એપ્લિકેશન દ્વારા લોકોને છેતરતી ગેંગમાં મોટાભાગે નેપાળ અને ચીનના શખસો સામેલ હતા. આ લોકો ચીન અને હોન્ગ કોન્ગથી સમગ્ર કૌભાંડ ચલાવતા હતા. આ સાયબરક્રૂક્સ સૌથી પહેલા લોકોને લોન લેવા માટે વિગતો આપતા હતા.

ત્યારપછી જ્યારે વ્યક્તિ લોન લેવા રાજી થઈ જાય તો તેમને મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા જણાવતા હતા. માઈક્રોલેન લેવા માટે તેઓ ગ્રાહકોના મોબઈલ ફોનના તમામ એક્સેસ માગી લેતા હતા. જેમકે કોન્ટેક્ટ્‌સ, ઈમેજીસ, વીડિયોઝ તથા અન્ય તમામ ડિજિટલ કન્ટેન્ટ વગેરે.

ઓનલાઈન લોન આપવાના નામે ખાનગી ડેટા પચાવી પાડતી આ એપ્સ દરેક વ્યક્તિને લોન નહોતી આપતી. તેઓ પહેલા વ્યક્તિના મોબાઈલ ફોનનું એક્સેસ લઈ લેતા હતા ત્યારપછી ફોનમાં ફોટોઝ, વીડિયોઝ અને અન્ય ડેટા – ડોક્યુમેન્ટ્‌સ પર નજર કરતા હતા.

આ દરેક ડોક્યુમેન્ટ્‌સ પરથી જાે એમને લાગે કે હવે આ ગ્રાહક સાથે વધારે છેતરપિંડી થઈ શકે છે અથવા તેના ફોનને હેક કરી બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે તો તે વ્યક્તિને લોન આપી દેતા હતા. આ અંગે સાયબર ક્રાઈમની ટીમે વિગતવાર તપાસ શરૂ કરી હતી.

૨૦૨૧ના અંતમાં આ પ્રમાણેની લોન એપ્લિકેશન ચર્ચામાં આવી હતી. કારણ કે આ સમયે કોરોના તેના પિક પર હતો જેથી કરીને નોકરી કરતા લોકોના પગાર કપાયા હતા અથવા કેટલાક લોકો પાસે નોકરી જ નહોતી. આ સમયે લોકોને રૂપિયાની જરૂર પડતી હતી.

જેથી કરીને આવી એપ્લિકેશન દ્વારા ઘણા લોકોએ માઈક્રોલોન લીધી હતી. લોનની વાત કરીએ તો સૌથી પહેલા આ એપ્લિકેશન દ્વારા ૧૫ હજાર રૂપિયાની લોન ૧૫-૨૦ ટકાના વ્યાજ પર ઓફર કરવામાં આવે છે. તેવામાં જ્યારે વ્યક્તિ સમયસર આ લોનની ભરપાઈ કરી દે છે ત્યારે તેન ૨૦ હજાર અને પછી ૩૦ હજારની લોન આપતા હોય છે.

આમ કહીને તેઓ વધુ મોટી રકમની લોન લેવા માટે ગ્રાહકોના વિશ્વાસ જીતતા હોય છે. આમ કરીને તેઓ વ્યાજ પણ વસૂલે અને ગ્રાહકોનો વિશ્વાસ પણ જીતે છે.

પરંતુ એક લિમિટ પસાર થયા પછી શખસો કૌભાંડને આચરતા હોય છે. ગ્રાહકનો વિશ્વાસ જીત્યા પછી તેઓ મોટી રકમની લોન આપવા માટે વિવિધ ઓફરો કરે છે. તેમાં લલચાઈને ગ્રાહક આનો સ્વીકાર કરી દે છે. ત્યારપછી એપ્સમાં કાર્યરત બદમાશો દ્વારા ગ્રાહકની પર્સનલ માહિતી લઈ લેવામાં આવે છે.

તેના ફોટોગ્રાફ અને વીડિયોને મોર્ફ કરીને ગ્રાહકના ફોનમાં જેટલા કોન્ટેક્ટ સેવ હોય છે તેને મોકલવામાં આવે છે. એટલું જ નહીં લોનની ભરપાઈ કરવા માટે દબાણ પણ કરાય છે. સાયબર ફ્રોડ દ્વારા એક ગ્રાહકના ખાનગી ડોક્યુમેન્ટ્‌સ લઈ લેવામાં આવે છે. ત્યારપછી તેના કોન્ટેક્ટ લિસ્ટમાં જેટલા પણ લોકો હશે તેને મોકલી બ્લેકમેલ કરવામાં આવે છે.

એટલું જ નહીં જેવું તેમને એક વ્યક્તિના ફોનનું એક્સેસ મળી જાય છે કે તરત જ તેઓ કોન્ટેક્ટ લિસ્ટમાં હાજર તમામ વ્યક્તિઓને SMS દ્વારા એક લિંક મોકલે છે. ત્યારપછી શરૂ થાય છે આ ઓનલાઈન માઈક્રોલોનનું મોટુ છેતરપિંડીનું કૌભાંડ. પોલીસે જણાવ્યું કે અમે કાર્યવાહી કરી આવી એપ્લિકેશનને બંધ કરાવી દઈએ છીએ. છતા આવી એપ્લિકેશન ફરીથી બીજા નામ સાથે માર્કેટમાં આવી જાય છે. તો આવી કોઈપણ લિંક અથવા માઈક્રોલોન એપ્લિકેશનમાંથી રૂપિયાની રકમ લેતા પહેલા ૧૦૦ વખત વિચાર કરજાે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.