ઇડર સી.કે. સરસ્વતી માં શાળા આરોગ્ય કાર્યકમ ઉદઘાટન
નેત્રામલી: સાબરકાંઠા જિલ્લા ના ઈડર તાલુકા આરોગ્ય કચેરી અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે “શ્રી સી.કે.સરસ્વતી, હાઇસ્કુલ,ઇડર” ખાતે માનનીય તાલુકા આરોગ્ય અધિકારી ઇડરના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફીસર શહેરી પ્રા. આ. કેન્દ્ર ઇડર તથા ટીમ દ્વારા તાલુકા કક્ષા નો શાળા આરોગ્ય કાર્યક્રમ ઉદ્દઘાટન સમારોહ તા.૨૫/૧૧/૨૦૧૯ ને સોમવારે રાખવામાં આવ્યો હતો. આ સમારોહ માનનીય નગરપાલિકા પ્રમુખ,ઇડર ડો જે.એસ.કૂપાવત સાહેબના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. માન.પ્રમુખશ્રી નગરપાલીકા દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખૂલ્લો મુકવામાં આવ્યો જેમાં ડો.કે.એસ.ચારણ સાહેબ શ્રી દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમ ની સમજ આપી હતી. અને કોઈ પણ બાળક આ સેવા થી વંચિત ન રહી જાય તે બાબતે ભારપૂર્વક જણાવ્યું હતુ.સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન શ્રી કે.એમ.ડાભી. તાલુકા હેલ્થ સુપરવાઈઝર ઇડર.એ કર્યું હતું.