Western Times News

Gujarati News

Verdict in Nabha jail break case: ૯ ગેંગસ્ટર સહિત ૨૨ દોષિતોને ૧૦-૧૦ વર્ષની કેદ

નવીદિલ્હી, બહુચર્ચિત નાભા જેલ બ્રેક કેસમાં, પટિયાલા કોર્ટ ૨૨ દોષિતોને ૧૦ વર્ષની જેલની સજા ફટકારી છે. જેમાં નવ ખતરનાક ગેંગસ્ટર અને બે જેલ કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ કેસમાં છ આરોપીઓેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.Verdict in Nabha jail break case

નિર્દોષ છૂટેલ આરોપીઓમાં મોહમ્મદ અસીમ, નરેશ નારંગ, તેજિન્દર શર્મા, જતિન્દરર સિંહ ઉર્ફે ટોની, વરિન્દર સિંહ ઉર્ફે રિકી મહેતા અને રણજીત સિંહનો સમાવેશ થાય છે. આ તમામ પર જેલ બ્રેક કેસમાં ષડયંત્ર રચવા, જેલ તોડનારા ગુનેગારોને હથિયાર પૂરા પાડવા, તેમને પૈસાની મદદ કરવા અને બાદમાં તેમને આશ્રય આપવાનો આરોપ હતો. પરંતુ પુરાવાના અભાવે કોર્ટે તમામને નિર્દોષ જાહેર કર્યા હતા.

કોર્ટે દોષિત જાહેર કરેલા ૨૨ ગુનેગારોમાંથી ૯ ખતરનાક ગેંગસ્ટર ગુરપ્રીત સિંહ સેખોન, અમનદીપ ઉર્ફર્‌ ધોતિયાં, સુલખાન સિંહ ઉર્ફે બબ્બર, મનવીર સિંહ ઉર્ફે મણિ સેખોન, કુલપ્રીત સિંહ ઉર્ફે નીતા દેઓલ, ગુરપ્રીત સિંહ ખૌરા, બિકર સિંહ, પાલવિંદર સિંહ અને પિંદા, જગતવીર સિંહ ઉર્ફે જગતાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત દોષિત ગુનેગારોમાં ગુરપ્રીત, ગુરુજીત સિંહ ઉર્ફે લડા, હરજાેત સિંહ ઉર્ફે જાેત, કુલવિંદર સિંહ ઉર્ફે ઢિમબરી, રાજવિંદર સિંહ ઉર્ફે રાજુ સુલતાન, રવિન્દર સિંહ ઉર્ફે ગ્યાના, સુખચૈન સિંહ ઉર્ફે સુખી, મનજિંદર સિંહ, અમન કુમાર, સુનીલ કાલડા, કિરણપાલ સિંહ ઉર્ફે કિરણા, જેલ કર્મચારી ભીમ સિંહ અને જગમીત સિંહ સામેલ છે.

મળતી માહિતી મુજબ જેલના કર્મચારીઓ પર ગડેરકાનૂની પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ (યુએપીએ) અને ભ્રષ્ટાચારનો પણ આરોપ હતો, પરંતુ કોર્ટમાં આ સાબિત થઇ શકયું ન હતું. અને કોર્ટે આ બંને જેલ કર્મચારીઓને માત્ર ફરજમાં બેદરકારી બદલ દોષી ઠેરવ્યા હતા.

બીજી તરફ મનજીન્દર સિંહ, અમનકુમાર, સુનીલ કાલ્ડા અને કિરણ પાલ સિંહ આરોપીઓને આશરો આપવા બદલ દોષી  ઠેરવવામાં આવ્યા છે. બાકીનાને હત્યાનો પ્રયાસ, સત્તાવાર ફરજમાં અવરોધ, લૂંટની કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે.

૨૭ નવેમ્બર ૨૦૧૬ના રોજ, નાભાની મહત્તમ સુરક્ષા જેલ પર પોલીસ ગણવેશમાં ગુનેગારો દ્વારા હૂમલો કરવામાં આવ્યો હતો. જેઓ વાહનોમાં સવાર હતા અને અંધાધૂંધ ગોળીબાર કરતા હતા અને ખાલિસ્તાન લિબરેશન ફોર્સના ચીફ આતંકવાદી હરમિન્દર સિંહ મિંટૂ અને આતંકવાદી કાશ્મીર સિંહ સહિત ચાર ખતરનાક ગેંગસ્ટર હરજિન્દર સિંહ ભુલ્લર ઉર્ફે વિકી ગોન્ડર, ગુરપ્રીતસિંહ સેખોન, કુલપ્રીત સિંહ ઉર્ફે નીતા દેઓલ અને અમનદીપ સિંહ ઉર્ફે ધોતિયાંનેં જેલમાં ભગાડી લઇજવામાં આવ્યા હતા.

બાદમાં ધરપકડ કરાયેલા આતંકવાદી મિન્ટુનું એપ્રિલ ૨૦૧૮માં જેલમાં હૃદયરોગના હૂમલાથી મૃત્યું થયું હતું. આતંકી કાશ્મીર સિંહ હજુ ફરાર છે. વિકી ગોન્ડર જાન્યુઆરી ૨૦૧૮માં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો અને બાકીના ગુરપ્રીત સિંહ સેખોન, કુલપ્રીત સિંહ ઉર્ફે નીતા દેઓલ અને અમનદીપ ઉર્ફે ધોતિયાં જેલમાં છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.