Western Times News

Gujarati News

સજા પુરી થયા પછી પણ ગુજરાતમાં 9 કેદીઓ હજુ જેલમાં છે – શું છે કારણ?

દેશભરની જેલમાં આવા ૬૭૮ કેદીઓઃ અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતમાં આવા કેદીની સંખ્યા ઓછી

(એજન્સી)અમદાવાદ, જેલમાં સજા પુરી થયા પછીયે દંડની રકમ નહી ભરવાના કારણે ગુજરાતમાં નવ આરોપીઓ હજુ જેલમાં સબડી રહયા છે. દેશભરની જેલમાં આવા ૬૭૮ કેદીઓ છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના એક રીપોર્ટમાં આ બાબતે સામે આવી છે. તાજેતરમાં જ ગુજરાત વિધાન સભામાં આ સંદર્ભેનો મુદ્દો ઉઠયો હતો. 9 Prisoners Still In Jail After Completion Of Sentence In Gujarat – What’s The Reason?

જેમાં વિપક્ષ દ્વારા કહેવાયું હતું કે, કાનુની મદદ નહી મળવાના કારણે સજા પુરી થયા પછીએ કેદીઓ જેલમાં બંધ છે. જાેકે ગુજરાત સરકાર તરફથી સ્પષ્ટતા કરાઈ હતી કે, કાનુની સહાય માગી હોય અને કોઈને મળી ન હોય તેવો એક પણ કિસ્સો બન્યો નથી.

કોર્ટ આરોપીને જે તે કેસમાં સજા ફટકારી હોય અને એ સજા તો પુરી થઈ ગઈ છે પરંતુ દંડની રકમ નહી ભરી શકવાના કારણે હજુ પણ જેલમાં તેવા ગુજરાતમાં નવ કેદી છે. અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતમાં આવા કેદીની સંખ્યા ઓછી છે, દેશમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં આવા ૧૭ર કેદીઓ છે.

ગુજરાતના પાડોશી રાજયો મહારાષ્ટ્રમાં ૭પ કેદી મધ્યપ્રદેશમાં ૬૮ અને રાજસ્થાનમાં ૩ર કેદી છે. એ જ રીતે મણીપુરમાં ૩પ, આસામ અને છત્તીસગઢમાં ૧૩-૧૩ કેદી હરીયાણામાં ૧પ કેદી, પશ્ચિમ બંગાળમાં ૩૪ કેદીઓ સજા પુરી થયા પછીએ દંડની રકમ ભરી શકવામાં નિષ્ફળ રહેતાંજેલમાં જ સબડી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.