Western Times News

Gujarati News

નમકીનના માલિકને 5.20 કરોડનો ચુનો લગાવનાર બિલ્ડર સામે ક્રાઈમબ્રાંચમાં ફરિયાદ

પ્રતિકાત્મક

સેટેલાઈટમાં ઓફીસ ધરાવતા બી.નાનજી ગ્રુપના બિલ્ડર સામે ક્રાઈમમાં ફરીયાદ

(એજન્સી)અમદાવાદ, સમ્રાટ નમકીનના માલિકને દૂકાનો અને ફલેટોમાં રોકાણ કરાવી બી.નાનજી ગ્રુપના (B. Nanji Group builder of Ahmedabad Gujarat)  બિલ્ડરે પ.ર૦ કરોડની છેતરપિંડી આચર્યાની ફરીયાદ ક્રાઈમબ્રાંચમાં ગુરુવારે દાખલ થઈ છે. Complaint against the builder of the satellite who cheated the owner of Namkeen for Rs 5.20 crore

ફરીયાદીને ગુજરાત બોર્ડર પર ઉમરગાંવને અડીને આવેલા વેવજી ગામે ફલેટ અને દુકાનોમાં રોકાણ કરાવ્યા બાદ સેટેલાઈટમાં ઓફીસ ધરાવતા બી.નાનજી ગ્રુપના સંચાલકોએ દુકાન કે ફલેટ કે રકમ આપી ન હતી.

નરોડા જીઆઈડીસી (Naroda GIDC phase-1) ખાતે ફેસ-૧માં આવેલી સમ્રાટ નમકીન કંપનીના મેનેજીગ ડીરેકટર જયશંકરશ સુરેન્દ્રનગર વૈધ (Samrat Namkeen) ઉ.૬ર એ સેટેલાઈટમા ઓફીસર ધરાવતા બી.નાનજી ગ્રુપના બિલ્ડર સંદીપભાઈ ભીખુભાઈ પડસાલા વિરૂધ્ધ ફરીયાદ કરી છે.

જે મુજબ ર૦૧૦ થી ર૦૧૩ના સમયગાળા દરમ્યાન ભીખુભાઈ પડસાલા અને તેમના પુત્ર સંદીપભાઈ પડસાલાએ ચેકથી  રૂા. પ.ર૦ કરોડનું પેમેન્ટ ફરીયાદી પાસેથી લઈને ઉમરગાંવ નજીક આવેલા વેવજી લઈને ઉમરગાંવ નજીક આવેલા વેવજી ગામે ખાતે પોતાની સ્કીમમાં ૩૬ ફલેટ અઅને રર દુકાનોમાં રોકાણ કરાવ્યું હતું.

ફરીયાદીને બિલ્ડરે તમારી દુકાનો અને ફલેટ ચારથી પાંચ ઉંચા ભાવે વેચી આપીશું તેમ કહી મોટા નફાની વાત કરી પૈસા લીધા હતા.

જાે કે, ફરીયાદીની વર્ષો બાદ પણ દુકાન ફલેટ કે તેઓની રકમ પરત મળી ન હતી. બીજી તરફ સંદીપભાઈના પિતા ભીખુભાઈનું ર૦ર૧માં અવસાન થયું હતું. તે પછી સંદીપભાઈ પાસે ફરીયાદી અવારનવાર પૈસા દુકાન અને ફલેટની માંગણી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.