રેડ કાર્પેટ પર ચાલતી વખતે અનુષ્કાના પગમાં આવી રહ્યું હતું ગાઉન
મુંબઈ, ગુરુવારે મુંબઈમાં યોજાયેલી ઈન્ડિયન સ્પોર્ટ્સ ઓનર્સ ૨૦૨૩ ઈવેન્ટમાં રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, પ્રકાશ પાદુકોણ, શુભમન ગિલ, નેહા ધૂપિયા, અંગદ બેદી, અભિષેક બચ્ચન, અજય દેવગણ તેમજ રિયા ચક્રવર્તી સહિતના સેલેબ્સે ગ્લેમ લૂકમાં હાજરી આપી હતી.
પરંતુ જ્યારે રેડ કાર્પેટ પર ઈન્ડસ્ટ્રીના પાવરફુલ કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની એન્ટ્રી થઈ તો સૌની નજર તેમના પર ચોંટી ગઈ હતી. ‘વિરુષ્કા’ ગમે ત્યાં સ્પોટ થાય ત્યારે કેમેરા સામે પોઝ આપવા તૈયાર થઈ જાય છે. આ ઈવેન્ટમાં પણ બંને સારા મૂડમાં દેખાયા હતા.
પોઝ આપતી વખતે તેઓ કોઈ અંગે વાતચીત કરતાં દેખાયા હતા અને ખડખડાટ હસી પણ પડ્યા હતા. ઈવેન્ટ માટે અનુષ્કા શર્માએ ડાર્ક પર્પલ કલરનુ ઓફ શોલ્ડર ગાઉન પહેર્યું હતું. તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને લાઈટ ઈયરરિંગ્સ પહેરી હતી.
આ સાથે તેણે બ્લેક કલરની હીલ્સ પહેરીને લૂકને પૂરો કર્યો હતો. ઓવરઓલ લૂકમાં તે સ્ટનિંગ લાગતી હતી તો બીજી તરફ વિરાટ કોહલીએ ઓલ-બ્લેક લૂક અપનાવતા સૂટ પહેર્યું હતું. ન્યૂ હેર લૂકમાં તે હેન્ડસમ લાગતો હતો. ઈવેન્ટ દરમિયાનનો તેમનો વીડિયો સામે આવ્યો છે.
જેમાં તેઓ પોઝ આપતાં જાેવા મળ્યા. જ્યારે તેઓ અંદર પ્રવેશી રહ્યા હતા ત્યારે કોહલીએ જે કર્યું તે ફેન્સના દિલ જીતી રહ્યું છે. વાત એમ છે કે, અનુષ્કાનું ગાઉન લાંબુ હતું અને હીલ્સ પણ પહેરી હતી. જેના કારણે ગાઉન વારંવાર તેના પગમાં આવી રહ્યું હતું. તેને તકલીફ ન પડે તે માટે કોહલીએ નીચે ગાઉન ઉપાડી લીધું હતું.
આ ક્લિપ જાેઈને ફેન્સ ઈમ્પ્રેસ થયા છે અને તેને પર્ફેક્ટ પતિ ગણાવ્યો છે તો કેટલાકે તેમની કેમેસ્ટ્રીને ‘ક્યૂટ’ કહી છે. આ સિવાય કેટલાક ફેન્સે રેડ હાર્ટ ઈમોજી અને ફાયર ઈમોજી ડ્રોપ કર્યા છે તો કેટલાકે અનુષ્કાને ‘નસીબદાર’ ગણાવી છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, અનુષ્કા શર્મા ખૂબ જલ્દી પૂર્વ ભારતીય ક્રિકેટર જુલણ ગોસ્વામી બાયોપિક ‘ચકદા એક્સપ્રેસ’માં જાેવા મળશે. આ માટે તેણે ખૂબ જ મહેનત કરી છે.
ફિલ્મનું શૂટિંગ આ વર્ષે જાન્યુઆરીમાં પૂરું થયું હતું. એક્ટ્રેસ છેલ્લે ૨૦૧૮માં આવેલી આનંદ એલ. રાયની ફિલ્મ ‘ઝીરો’માં શાહરુખ ખાન અને કેટરીના કૈફ સાથે સ્ક્રીન શેર કરતી દેખાઈ હતી. આ ફિલ્મ બોક્સઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.
વિરાટ કોહલીની વાત કરીએ તો, તે એક દિવસ પહેલા જ ચેન્નઈથી મુંબઈ પરત આવ્યો છે. જ્યાં ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ રમાઈ હતી. આ મેચમાં પણ હાર થતાં ટીમ ઈન્ડિયાએ સીરિઝ ગુમાવી હતી.
હવે ક્રિકેટર આઈપીએલની ફ્રેન્ચાઈઝી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં વ્યસ્ત થઈ જશે, જેની શરૂઆત ૩૧ માર્ચથી થવાની છે. આઈપીએલ ૨૦૨૩ ખતમ થયા બાદ તે વર્લ્ડ કપ ૨૦૨૩ની તૈયારીમાં લાગી જશે, જેનું આયોજન ભારતમાં થવાનું છે.SS1MS