Western Times News

Gujarati News

દૂધમાં લીંબુ નીચોવશો તો દહીં જ બનશે ને: અર્ચના ગૌતમ

મુંબઈ, બિગ બોસ ૧૬ના ઘરમાં મંડળી સૌથી વધારે ચર્ચામાં રહી. શો પૂરો થયા બાદ શિવ ઠાકરે, સાજિદ ખાન, નિમૃત કૌર અહલૂવાલિયા અને સુમ્બુલ તૌકીરનું બોન્ડિંગ યથાવત્‌ છે. તેઓ અવારનવાર પાર્ટી કરતાં જાેવા મળે છે.

પરંતુ અન્ય બે સભ્યો અબ્દુ રોઝિક તેમજ એમસી સ્ટેન વચ્ચે તિરાડ પડી ગઈ અને હવે તો બંનેનો ઝઘડો જગજાહેર થઈ ગયો છે. પોતાના મસ્તીભર્યા અંદાજ માટે ચર્ચામાં રહેલી આ સીઝનની કન્ટેસ્ટન્ટ અર્ચના ગૌતમે હાલમાં મીડિયા સાથે વાત કરતાં અબ્દુને ઘણું સહન કરવું પડ્યું હોવાનું કહ્યું હતું તો પ્રિયંકા ચહર ચૌધરી સાથેની મિત્રતાની સરખામણી કરતાં વિનર એમસી સ્ટેનની મજાક ઉડાવી હતી.

અર્ચના ગૌતમ હાલમાં જ્યારે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ ત્યારે તેને અબ્દુ અને સ્ટેનની લડાઈ વિશે પૂછવામાં આવ્યું હતું. તેનો જવાબ આપતાં તેણે કહ્યું હતું કે ‘ભાઈ જ્યારે દૂધ નાખશો તો દહીં જ બનશે ને. તેના કરતાં તો અમારી મિત્રતા સારી છે જે હજી ચાલી રહી છે અને આગળ પણ ચાલશે’.

આ સાથે તેણે દાવો કર્યો હતો કે ‘મંડળીમાં સૌથી વધારે કોઈ પરેશાન થયું હોય તો તે અબ્દુ હતો. મારું માનવું છે કે દરેકે અબ્દુનો ઉપયોગ કર્યો હતો. હું અહીંયા કોઈના નામ લેવા માગતી નથી પરંતુ શો શરૂ થયો તે પહેલાથી તેનું નામ જાહેર થઈ ગયું હતું.

દરેક વ્યક્તિ જાણતી હતી કે તે મજબૂત સોશિયલ મીડિયા ફોલોઈંગ ધરાવે છે. દરેકે તેનો ઉપયોગ કરીને સહાનુભૂતિ મેળવી હતી. હું ઘરમાં રહી છું. તેથી જાણું છું કે બધા અબ્દુને ઢાલની જેમ વાપરતા હતા અને આ વાતની જાણ તેને પણ થશે તેવી આશા રાખું છું.

હું કહેવા માગું છું કે, સ્ટેન અને અબ્દુ મિત્રો છે, તેમણે સાથે બેસીને ચર્ચા કરી આ ઝઘડાનો અંત લાવવો જાેઈએ. ફરીથી મિત્રો બનો અને આ કડવાશને દૂર કરો. અર્ચનાએ ઉમેર્યું હતું કે, જાે તમે ૨૪ઠ૭ સાથે રહેતા હો તો ઝઘડો થાય તે સામાન્ય છે, તે પછી ભાઈ-બહેન હોય કે દંપતી.

ઉલ્લેખનીય છે કે, હાલમાં એક લાઈવ સેશનમાં અબ્દુ રોઝિકે એમસી સ્ટેન પર જુઠ્ઠાણું ફેલાવવાનો અને પબ્લિસિટી માટે તેનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. અબ્દુની ટીમે એક સ્ટેટમેન્ટ પર જાહેર કર્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બે અલગ-અલગ લેબલ અબ્દુ અને સ્ટેન સાથે કોલાબરેટ કરવા માગતા હતા. પરંતુ સ્ટેનની ટીમે તે અબ્દુ સાથે કામ ન કરવા માગતો હોવાનું કહ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.