“સુપ્રિમ કોર્ટે” ફાંસીની સજાની જાેગવાઈ પર સંશોધન કરી ચૂકાદો આપશે ?! પણ…
અમેરિકામાં ગુન્હાની ક્રુરતા જાેઈ ફાંસીની પધ્ધતિ નકકી થાય છે ?! અને બ્રિટનમાં રદ થયેલી ફાંસીની સજા ફરી લાગુ કરવા કેસ સુપ્રિમમાં પેન્ડીંગ છે ?!
તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે. બીજી ઈન્સેન્ટ તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ વાય. ચંદ્રચુડની છે !! અને ત્રીજી ઈન્સેન્ટ તસ્વીર સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી પી. એસ. નરસિંહાની છે !!
વકીલ ઋષિ મલ્હોત્રાએ એવી દલીલ મુકી છે કે, મોતની સજા માટે ફાંસીના બદલે કોઈ અન્ય રીતે અપનાવવી જાેઈએ !! સાથે જ ડર પણ ન સતાવે, કારણ કે મોત કરતા મોતનો ડર દુઃખદાયી હોય છે અને ફાંસીની સજાના અમલમાં અંદાજે ૪૦ મીનીટનો સમય લાગે છે !! માટે ઈન્જેકશન !!
વીજળીના ઝટકા કે ગોળી મારીને કે અન્ય વિકલ્પ વિચારવો જાેઈએ !! આ રજૂઆતના મુદ્દે માનવ સમાજમાં ‘મતભેદ’ છે કેટલાક લોકો સ્પષ્ટ માને છે કે, કોઈપણ ગુન્હેગાર ‘વ્ય ક્તના ટુકડા’ કરી હત્યા કરે છે !! આ હત્યા અત્યંત પીડાદાયક હોય છે ત્યારે આવા ગુન્હેગારને ‘ગૌરવપૂર્ણ મૃત્યુ’ ની દલીલ કરવી ને ફાંસીની સજા રદ કરવી કે સજા કષ્ટદાયક ન રહે તે બાબતે વિચારવું ન જાેઈએ ?!
‘કષ્ટદાયક’ મોત આપનારની સજા કષ્ટદાયક જ હોવા જાેઈએ કારણ કે, ‘કષ્ટદાયક કાયદા’ એ ગુન્હાઓને રોકી શકતા નથી માટે કષ્ટદાયક સજા કાયમ રાખવી જાેઈએ !! સુપ્રિમ કોર્ટના ભૂતકાળના એક ચુકાદામાં કહેવું છે કે, ‘કોઈ વ્ય ક્તને ફાંસી’ અપાય છે ત્યારે તે મોતમાં સૌજન્યતા હોવી જરૂરી છે ૨૦૧૭ માં સુપ્રિમ કોર્ટે આ મુદ્દે વિગતવાર આદેશ કરેલો છે !!
ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડે અને જસ્ટીસ શ્રી પી. એસ. નરસિંહા ફાંસીની સજાના વિકલ્પ પર સંશોધન કરવાનું નકકી કરીને જાણકારી લેવા આદેશ કર્યાે છે !! વિશ્વમાં મોતની સજાના વિકલ્પનો કોઈ હલ છે ?! ફાંસી કષ્ટદાયક છે વિગેરેનું મૂલ્યાંકન કરીને વધુ સૂનાવણી ર મે, ૨૦૨૩ ના રોજ હાથ ધરાશે !!
શ્રીમદ ભગવત ગીતામાં કહ્યું છે કે, ‘જાે તું યદ્ધ કરવાના તારા સ્વધર્મનું આચરણ નહીં કરે તો પોતાના કર્તવ્યની ઉપેક્ષા કરવાનું પાપનું ફળ અવશ્ય મળશે’ !! માટે ક્રુરતાને હળવાશથી ન લઈ શકાય ?! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
“મૃત્યુ રૂદન કરાવે એવું હોવું જાેઈએ અફસોસ કરાવે એવું નહીં” – એડીસન !!
“જે માણસ પોતાની જીંદગીને અને અન્યની જીંદગીને અર્થહીન સમજે છે તે માત્ર દુર્ભાગી નથી પણ જીવવા માટે તદ્દન ગેરલાયક છે” – આલ્બર્ટ આઈન્સ્ટાઈન !!
એડીશન નામના વિચારકે સરસ કહ્યું છે કે, ‘મૃત્ય રૂદન કરાવે એવું હોવું જાેઈએ, અફસોસ કરાવે તેવું નહીં’!! મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને અદ્દભૂત કહ્યું છે કે, ‘જે માણસ પોતાની જીંદગીને અને અન્યની જીંદગીને અર્થહીન સમજે છે તે માત્ર દુર્ભાગી નથી પણ જીવવા માટે તદ્દન ગેરલાયક છે’!!
વિશ્વમાં અને ભારતમાં હત્યાના ગુન્હાઓ વધતા જાય છે અને હત્યા કરનારાઓ હત્યા પણ કયારેક અત્યંત ક્રુરતાથી કરે છે !! ત્યારે આવા હત્યારાઓને મૃત્યુ દંડની સજા ન હોઈ શકે ?! અને મૃત્યુ દંડની સજા હોઈ જ શકે તે તેમના આવા અપકૃત્ય બદલ ‘ગૌરવપૂર્ણ મૃત્યુ’ નો વિચાર કરીને ‘દેહદંડ’, ‘ફાંસી’ આપવી જાેઈએ ?!
આ મુદ્દે એક વકીલ ઋષિ મલ્હોત્રાએ કરેલી અરજી પર સુપ્રિમ કોર્ટે સૂનાવણી હાથ ધરી છે !! આ મુદ્દે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી રીપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે અને સુપ્રિમ કોર્ટે ફાંસીની સજા કેટલી પીડાદાયક છે ?! તે અંગે નિષ્ણાતોનો અભિપ્રાય પણ માંગ્યો છે !!
અમેરિકા અને બ્રિટન સહિતના દેશોમાં હત્યારાઓને ફાંસી કઈ રીતે અપાય છે ?! શું ફાંસીની સજા રદ કર્યા પછી બ્રિટનમાં ફાંસીની સજા કાયમ રહેવી જાેઈએ એવી માંગ ઉઠી છે ?!!
મેસ્કીન નામના વિચારકે કહ્યું છે કે, ‘જન્મ પહેલાં કયાં હતાં ?! અને પ્રશ્ન જેટલો અકળ છે એવો જ અકળ પ્રશ્ન છે !! મૃત્યુ પછી કયાં હોઈશું ?! આ બે અકળ વસ્તુ વચ્ચેનો ‘અધુરો ટુકડો’ એટલે ‘જીવન’ ! શ્રી ક્રિષ્ણે ભગવદ્દગીતામાં કહ્યું છે તેમ ‘કર્તવ્ય કર્મ’ કર તને તારૂં નિત્ય ‘કર્તવ્ય કર્મ’ કરવાનો અધિકાર છે પરંતુ તને કર્મના ફળો પર અધિકાર નથી’!!
એટલે ગુન્હો કરનારને ‘ફાંસી’ થી ઓછી સજા કઈ રીતે હોઈ શકે ?! પરંતુ અમેરિકામાં ‘મૃત્યુ દંડ’ ની સજાની પધ્ધતિ અલગ અલગ છે. અમેરિકામાં ‘ફાંસી’ ની સજા કાયમ છે !! અને અમેરિકામાં હત્યા કરનારને ‘ફાંસી’ ના માંચડે ચડાવાય છે !! મૃત્યુ દંડની બીજી પધ્ધતિ છે
જેમાં ઈલેકટ્રીક શોક આપી દેહાંત દંડની સજા કરાય છે !! ગેસ ચેમ્બરમાં નાંખી ગુન્હેગારોને સજા અપાય છે !! લીથેલનું ઈન્જેકશન આપી મૃત્યુ દંડ અપાય છે !! અને સીધી ગોળી મારી મૃત્યુ દંડ અપાય છે !! હત્યારાની ક્રુરતા જાેઈને સજા ત્યાંની કોર્ટ નકકી કરે છે એવું જાણકારોનું કહેવું છે !! ત્યારે શું ભારતમાં પણ આ પ્રકારની જાેગવાઈ કરાશે કે પછી ‘ફકત ફાંસી’ કાયમ રહેશે કે ‘ફાંસી’ નું દર્દ ઓછું કરાશે ?!
બ્રિટન એ લોકશાહી દેશ છે. સ્વીત્ઝર્લેન્ડ જેવા અનેક લોકશાહી દેશોમાં ‘ફાંસી’ ની જાેગવાઈ નથી. કદાચ ક્રુર હત્યાઓની ઘટના ઓછી બનતી હશે ?! કે પછી દેહાંત દંડને માનવસભ્યતાના દ્રષ્ટિકોણથી જાેઈને આવી સજાને હળવી કરી નંખાઈ હશે ?! પરંતુ બ્રિટનમાં ૧૯૬૫ થી ‘ફાંસી’ ની સજા રદ કરાઈ છે !! અને ૧૯૬૫ થી ‘હત્યારાઓને’ ફાંસી અપાઈ નથી !!
પરંતુ સમય જતાં બ્રિટનની સુપ્રિમ કોર્ટમાં ફાંસીની રદ કરાયેલી સજા ફરી લાગુ કરવા પીટીશન થઈ છે અને આ પીટીશન બ્રિટનની સુપ્રિમ કોર્ટમાં વિચારાધીન છે !! પેન્ડીંગ છે !! તો એ પણ વિચારવું પડશે કે સમયાંતરે બ્રિટનમાં ‘મૃત્યુ દંડ’ ની સજાની માંગ કેમ ઉભી થઈ છે ?! ગંભીર પ્રકારના ગુન્હા રોકવા ક્રુરતાપૂર્વકના ગુન્હા રોકવા શું કડક સજા જરૂરી નથી ?! ભારતની સુપ્રિમ કોર્ટ શું તારણ કાઢે છે એ જાેવાનું રહે છે !!