ગામની સીમમાં ચાલી રહ્યુ હતું ગેસ રીફીલીંગનું કૌભાંડઃ 4 ઝડપાયા
પોલીસે કુલ રૂ.૭.૫૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ૪ ઈસમોને ઝડપી પાડયા
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચના ચાવજ ગામેથી પસાર થતી કરજણ કેનાલ પાસે ઝૂંપડામાં ચાલતા ગેસ રીફલિંગ કૌભાંડને ઝડપી પાડી ૪ આરોપીઓની ૭.૫૪ લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.
ભરૂચ તાલુકાના ચાવજ ગામની સીમમાં આવેલ કરજણ નદીની કેનાલ પાસે પડતર જગ્યામાં ઝુપડામાં ચાલી રહેલ ગેસ રીફીલીંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર સી ડીવીઝન પોલીસે દરોડા પાડી સ્થળ પરથી ગેસ રીફીલીંગ કરતા મૂળ રાજસ્થાનના અને હાલ ચાવજના અનુજ એપાર્ટમેન્ટમાં રહેતો લાલચંદ મોહનરામ બિસ્નોઈ, સમુન્દર હરીરામ પુનિયા,
મહિપાલ કીશનરામ ગોધારા અને સુનીલ માંગીલાલ સિયાકને ઝડપી પાડ્યો હતો.જયારે પોલીસે મુખ્ય સુત્રધાર સુભાષ બિસ્નોઈને વોન્ટેડ જાહેર કરી ૯૫ નંગ ગેસના સીલીન્ડર અને એક પીકઅપ ગાડી તેમજ ચાર ફોન રીફીલીંગ પાઈપ,વિવિધ ગેસ કંપનીના સીલ મળી કુલ ૭.૫૪ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્ય સુત્રધાર સુભાષ બિસ્નોઈ ગેસના સીલીન્ડર બહારથી લાવી તેના કામદારોને આપતા તેઓ સીલ તોડી અન્ય સીલીન્ડરમાં ગેસ રીફીલીંગ કરતા હોવાનું બહાર આવ્યું છે.