Western Times News

Gujarati News

પુલના નિર્માણનું કાર્ય છેલ્લા ૧પ વર્ષથી થઈ રહયું છે: લોકો પરેશાન

વિરમપુરથી અમીરગઢ જવા માટેના પુલનું કામ અટકતા સ્થાનિકોને મુશ્કેલી

પાલનપુર, વિરમપુરથી અમીરગઢ જવા માટેના પુલનું કામ અટકી જતા લોકોને મુશ્કેલી પડી ીરહી છે. છેલ્લા ૧પ વર્ષથી પુલ બની રહયો છે. પરંતુ હજુ લોકોને આવવા જવા માટે આ પુલ શરૂ થયો નથી. અનેક ગામોના લોકોને તાલુકામાં મથક પર જવા માટે ર૦ કિલોમીટર ફરીને જવું પડે તેવી પરીસ્થિતીનું નિર્માણ થયું છે.

મુશ્કેલી ભોગવી રહેલા સ્થાનીકોનું માનવું છે કે તે હવે તો પુલનું નિર્માણ કાર્ય પુરું કરો તો અવરજવરમાં રાહત થાયય ર૦૦૮માં પુલનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. જયારે કામ શરૂ કર્યા બાદ ર૦૧૪માં આ કામ બંધ થઈ ગયું હતું ત્યારબાદ ર૦રરમાં ફરીથી પુલનું કામ શરૂ કરાયું હતું.

પુલનું મોટાભાગનું કામ થયું હોવા છતાં આ પુલનાં બાકી કામમાં ઢીલી નીતીની ને લઈને આ પુલ શરૂ થયો નથી. સ્થાનીક લોકોની માંગ છે કે ઝડપથી બાકી રહેલું કામ પુરું કરવામાં આવે જેથી પુલ શરૂ થતા સ્થાનીકોને મુશ્કેલી ભોગવવી ન પડે.

બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા નર્મદા કેનાલમાં ગાબડા પાડવાનો સિલસીલો યથાવત રહેવા પામ્યો છે. ભાભરના સનેસડા પાસેથી પસાર થતી જાનાવાડા માઈનોર કેનાલમાં ર૦ ફૂટનું ગાબડુંપડયું હતું.

કેનાલમાં ગાબડું પડવાથી કેનાલ આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ જતાં ઘઉ તમાકુ અને રાયડાના ઉભા પાકમાં પાણીઘુસતા પાકને નુકશાન થયું છે. ૧૦ એકરશ તમાકુના વાવેતરમાં પાણી ઘુસી જતા ખેડૂતને લાખોનું નુકશાન થવા પામ્યું હતું. ઘઉ અને રાયડાના વાવેતર કરનારા અન્ય ખેડૂતોને મોટું નુકશાન થયું છે. કેનાલમાં અચાનક વધારે પાણી છોડતાં કેનાલમાં ગાબડુંપડયયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.