IPL 2023: 10 ટીમોના કેપ્ટન ફાઇનલ કરી દેવામાં આવ્યા
નવીદિલ્હી, Indian Premier League એટલે કે IPLની ૧૬મી સીઝનની શરૂઆત ૩૧ માર્ચથી થઈ રહી છે. આ પહેલાં તે વાતની પુષ્ટિ થઈ કે IPLની ૧૦ ટીમોના કેપ્ટન કોણ હશે, કારણ કે સોમવારે કોલકત્તા નાઇટ રાઇડર્સે પોતાની ટીમના કેપ્ટનની જાહેરાત કરી છે. KKR ટીમ માટે પાછલી સીઝનમાં કમાન સંભાળનાર શ્રેયસ અય્યર ફિટ નથી. તેવામાં નીતીશ રાણાને કમાન સોંપવામાં આવી છે. IPL 2023: captains of 10 teams finalized
સૌથી પહેલાં વાત કરીએ ડિફેન્ડિંગ ચેમ્પિયન Gujarat Titansની, જેની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં હશે. તો પાંચ વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા છે. ચેન્નઈ સુપર કિંગ્સને મહેન્દ્ર સિંહ ધોની લીડ કરશે. પાછલી સિઝનની શરૂઆતમાં જાડેજાએ કમાન સંભાળી હતી, પરંતુ બાદમાં ફરી ધોનીને કેપ્ટન બનાવી દેવામાં આવ્યો હતો.
પ્રથમવાર ટાઇટલ જીતવાનું સપનું જાેઈ રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોર એટલે કે RCB ટીમનો કેપ્ટન સતત બીજા વર્ષે ડુપ્લેસિસ હશે. સંજૂ સેમસન આ વખતે પણ રાજસ્થાન રોયલ્સને લીડ કરશે. આ સિવાય પાછલી સીઝનમાં પ્રથમવાર રમવા ઉતરેલી લખનઉની કમાન કેએલ રાહુલના હાથમાં છે. તેની ટીમનું પ્રદર્શન પાછલા વર્ષે સારૂ રહ્યું હતું.
દિલ્હી કેપિટલ્સે કેપ્ટન બદલવો પડ્યો છે, કારણ કે રિષભ પંત ઈજાને કારણે ટૂર્નામેન્ટ રમી શકશે નહીં. તેવામાં ડેવિડ વોર્નર દિલ્હીની કમાન સંભાળશે. જ્યારે કેકેઆરે આજે પોતાના નવા કેપ્ટનના રૂપમાં નીતીશ રાણાની જાહેરાત કરી છે. તો સનરાઇઝર્સ હૈદરાબાદની કમાન ફરી વિદેશી ખેલાડીના હાથમાં રહેશે. હૈદરાબાદે સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર એડન માર્કરામને કેપ્ટન બનાવ્યો છે. આ સિવાય પંજાબ કિંગ્સની કમાન અનુભવી શિખર ધવનના હાથમાં છે.
આઈપીએલ ૨૦૨૩ના કેપ્ટનની યાદી
ચેન્નઈ સુપર કિંગ્સ- એમએસ ધોની
મુંબઈ ઈન્ડિયન્સ- રોહિત શર્મા
રોયલ ચેલેન્જર્સ બેંગલોર- ડુ પ્લેસિસ
ગુજરાત ટાઈટન્સ- હાર્દિક પંડ્યા
રાજસ્થાન રોયલ્સ- સંજૂ સેમસન
લખનઉ સુપર જાયન્ટ્સ- કેએલ રાહુલ
કોલકત્તા નાઇટ રાઇડર્સ- નીતીશ રાણા
પંજાબ કિંગ્સ- શિખર ધવન
સનરાઇઝર્સ હૈદરાબાદ- એડન માર્કરમ
દિલ્હી કેપિટલ્સ- ડેવિડ વોર્નર.
HS1MS