Western Times News

Gujarati News

Weather:દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

નવીદિલ્હી, દેશના ઘણા રાજ્યોમાં આજી વરસાદની આગાહી આપવામાં આવી છે. જેને લઇને હવામાનમાં બદલાવ આવશે અને તાપમાનમાં ઘટાડો થશે. ભારતીય મૌસમ વિભાગ તરફથી આપવામાં આવેલ માહિતીમાં કહેવામાં આવ્યુ છે.

ઉત્તર ભારતના ઉપરના ભાગમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બેસ સક્રીય થઇ રહ્યા છે. જેના લીધે વેસ્ટ બંગાલ, રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, છતીસગઢમાં ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિજ્ઞાનીક કુલદીપ શ્રીવાસ્તવ મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે, ” હમાચલી વિસ્તારમાં એક પશ્ચિમી વિક્ષેપ ૨૯ માર્ચની રાત્રે સક્રીય થઇ રહ્યુ છે. જેના લીધે ૩૦-૩૧ માર્ચે દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં વરસાદનું અનુમાન લગાવામાં આવ્યુ છે.

દિલ્હીમાં મૌસમ શુષ્ક રહેશે. અહિયા અધિક્તમ તાપમાન ૩૧ ડિગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૬ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે. તો વરસાદ પડવાને લીધે રાજસ્થાનની આબોહવામાં સુધાર જાેવા મળી રહ્યો છે. હજી પણ પ્રદુષણનું લેવલ વધારે છે.

જાે એમસીઆરની વાત કરવામાં આવે તો Noida માં આજ ન્યુનતમ તાપમાન ૧૩ ડિગ્રી અને અધિકતમ તાપમાન ૩૨ ડિગ્રી ગાજિયાબાદમાં ન્યુતમ તાપમાન ૧૩ ડિગ્રી અને અધિક્તમ ૨૮ ડિગ્રી અને ગુરુગ્રામમાં ન્યુનતમ તાપમાન ૧૩ ડિગ્રી અને અધિક્તમ તાપમાનમાં ૨૯ ડિગ્રી રહેવાનુ અનુમાન છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.