Western Times News

Gujarati News

દાંતાના હેડો ગામે ૧૦૮ એમ્બ્યુલન્સમાં પ્રસૂતાએ બાળકને જન્મ આપ્યો

પ્રતિકાત્મક

પાલનપુર, દાંતા તાલુકાના હેડો ગામના લુંગીબેનને પ્રસુતાની પીડા ઉપડતા ૧૦૮ને કોલ કરવામાં આવ્યો હતો. આ કોલ દાંતા ૧૦૮ની ટીમને મળ્યો.danta-108-ambulance-delivery

જયાં દાંતા ૧૦૮ની ટીમ ઈએમટી નિશાબેન ઠાકોર અને પાઈલોટ ગુલાબસિંહ બારડે ટૂંક જ સમયમાં દર્દી પાસે પહોંચી દર્દીને એમ્બ્યુલન્સમાં લઈ તપાસ કરીને નજીકના સરકારી દવાખાને પી.એચ.સી. કાંસા લઈ ગયા પરંતુ દર્દીને ભારે સુવિધાવાળી હોસ્પીટલની જરૂર હોવાથી તેમને દાંતા સી.એચ.સી. લઈ જઈ રહ્યા હતા પરંતુ દર્દીને પ્રસૂતિની પીડા અસહ્ય હોવાથી ડિલિવરી કરવાની ફરજ પડી હતી.

આ દરમ્યાન બાળકને નાળ વિટળાયેલી હોવાથી ઈએમટી નિશાબેન ઠાકોરે સમય સૂચકતા બતાવી પોતાની આગવી સુઝબુઝ તથા ભારે જહેમત બાદ અને અમદાવાદ સ્થિત ડોકટર જીતેન્દ્રની સલાહ પ્રમાણે સફળ ડિલિવરી કરાવી હતી

અને એમ્બ્યુલન્સમાં જ દીકરીનો જન્મ થયો અને ત્યાં નજીક સીએચસી દાંતા હોસ્પિટલમાં ખસેડયા હતા. જયાં માતા અને દીકરીનું આરોગ્ય સ્વસ્થ હોવાથી ઘરના પરિવારજનોએ ૧૦૮ ટીમનો આભાર વ્યકત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.