Western Times News

Gujarati News

ક્રિકેટ સટ્ટા કૌભાંડમાં પ્રથમ વખત IncomeTax Actની કલમ 75નો ઉમેરો

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાંથી ઝડપાયેલા રુપિયા ૧૦ હજાર કરોડના ક્રિકેટ સટ્ટાના કૌભાંડમાં ગુજરાત પોલીસે રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત ઈન્કમટેક્સ એક્ટની કલમ ૭૫નો ઉમેરો કર્યો છે.

આ કૌભાંડમાં ઝડપાયેલા ૪ આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા અને ચારેય આરોપીના ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ કૌભાડમાં સંડોવાયેલા અન્ય આરોપીને પકડવામાં માટે પોલીસની જુદી જુદી ટીમો અલગ અલગ રાજ્યોમાં રવાના થઈ છે.

રાજ્યમાં અત્યાર સુધી ક્યારેય પણ ઈન્કમટેક્સની કલમ ૭૫નો ઉપયોગ થયો નથી. જાે કે ક્રિકેટના આ સટ્ટાના કૌભાંડમાં લોકો પાસેથી રુપિયા લઈને એક એકાઉન્ટમાંથી બીજા કોઈ વ્યક્તિ મારફતે તેમજ આરટીજીએસ તથા હવાલાથી વિદેશ મોકલવામાં આવ્યા હોવાથી આ કલમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ કૌભાંડમાં ઝડપાયેલા ૪ આરોપીઓના લેપટોપ, મોબાઈલ ફોન, સીમકાર્ડ મળ્યા હતા અને આ સીમકાર્ડમાં લોક હોવાથી તેને ખોલાવીને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.

શહેરમાં ઝડપાયેલા ક્રિકેટ સટ્ટાના ૪ આરોપી સિવાય અન્ય મુખ્ય આરોપી સામે લૂક આઉટ નોટિસ જારી કરવામાં આવી હતી. સુત્રોમાંથી મળતી વિગત પ્રમાણે આ આરોપી મહાદેવ, અમિત મજેઠિયા, માનુશ શાહ, અન્ના રેડ્ડી, વિવેક જૈન હાલમાં દુબઈમાં છે. આ તમામ આરોપી સામે પોલીસે લૂક આઉટ નોટિસ જારી કરી છે.

આ તમામ આરોપીઓના બેંક એકાઉન્ટ અને અન્ય માહિતી ભેગી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસને અલગ અલગ ૧૯ જેટલી બેંકમાંથી ૫૩૮ જેટલા એકાઉન્ટ મળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.