૧૫ એપ્રિલ પહેલા સ્ટેમ્પ ખરીદનાર આગામી ૪ મહિના સુધી જૂની જંત્રીનો લાભ લઇ શકશે
ગાંધીનગર,આગામી ૧૫ એપ્રિલથી નવી જંત્રી જાહેર થવાની છે ત્યારે જંત્રી લાગુ થાય તે પહેલા જ રાહતના સમાચાર આવ્યા છે અને તે પ્રમાણે જાે ૧૫ એપ્રિલ પહેલા સ્ટેમ્પ ખરીદવામાં આવશે તો સ્ટેમ્પ ખરીદનારને આગામી ૪ મહિના સુધી જૂના જંત્રીનો લાભ મળશે. તેમજ ખાસ બાબત એ છે કે જાે બંને પક્ષોની સહી હશે તો જ મિલકતમાં જૂની જંત્રી લાગુ પડશે. તેમજ ૪ મહિનામાં ગમે ત્યારે નોંધણી કરાવી શકાશે.