કમોસમી વરસાદથી શાકભાજીના ભાવ વધતા લોકો ભારે પરેશાન
છાસવારે હવામાનમાં પલટો આવતા તૈયાર થયેલ ખેત પેદાશો તેમજ શાકભાજીને ભારે નુકસાન થવા પામ્યું છે
અમદાવાદ, વરસાદની અસર હવે શાકભાજીમાં પણ પડી રહી છે. શાકભાજીના ભાવ સતત વધી રહ્યા છે. મોટાભાગના માર્કેટમાં શાકભાજી ૧૦૦ કિલો સુધી પહોંચી ગયું છે એવામાં ગૃહિણીઓ હવે ત્રાહિમામ પોકારી ઊઠી છે. એક તરફ માવઠાની અસર બીજી તરફ પાકમાં નુકસાન અને ગ્રાહકોને વધુ ભાવે શાકભાજી મળી રહી છે.
વધતા જતા ભાવના કારણે ગૃહિણીઓના બજેટ ઉપર પણ માઠી અસર જાેવા મળી રહી છે. માર્કેટમાં જે ટામેટા ૨૦ રૂપે મળતા હતા તે અત્યારે ૪૦ કિલો થઈ ગયા છે. કમોસમી વરસાદ, માવઠું થતાં ખેતપેદાશો પર તેની માઠી અસર થવા પામી છે. જેના કારણે શાકભાજીના ભાવોમાં વધારો થયો છે.
તેમાં એક મહિના પહેલા લીંબુના ભાવ કિલોના રૂ. ૩૦ હતા તે વધીને હાલ કિલોના રૂ. ૧૩૦ થી ૧૫૦ થયા છે. ગૃહિણીઓની હાલત કફોડી બની છે. બજારમાં અનાજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ વગેરેના ભાવ વધી રહ્યા છે. વધતી જતી મોંઘવારીના કારણે સામાન્ય વર્ગના લોકોને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે. છાસવારે હવામાનમાં પલટો આવતા તૈયાર થયેલ ખેત પેદાશો તેમજ શાકભાજીને ભારે નુકસાન થવા પામ્યું છે,
જેના કારણે ભાવ વધારો થયો છે. દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ગુરુવાર (૩૦ માર્ચ) સાંજે ભારે વરસાદ થયો હતો, જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૩ એપ્રિલ સુધી આવા વરસાદની સાથે જાેરદાર પવન ફૂંકાવાની સંભાવના છે.
આજે કેરળ, કર્ણાટક, ઉત્તર આસામ, ત્રિપુરા, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કરા સાથે હળવો વરસાદ થઈ શકે છે. આ સિવાય વિભાગે પશ્ચિમ યુપી અને પૂર્વાંચલમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. યુપીના ૨૭ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વિભાગે શ્રાવસ્તી, બહરાઈચ, લખીમપુર ખેરી, સીતાપુર, હરદોઈ, ફરુખાબાદ, કન્નૌજ, સહારનપુર, મુઝફ્ફરનગર, મેરઠ, અલીગઢ, મથુરા, હાથરસ, કાસગંજ, એટાહ, આગ્રા, ફિરોઝાબાદ, મૈનપુરી, બિજનૌર, અમરોહાબાદ, રામપુર બરેલી, પીલીભીત.શાહજહાંપુર, સંભલ, બદાઉન અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ સાથે કરા પડવાની સંભાવના છે.