Western Times News

Gujarati News

રંગારંગ પર્ફોર્મન્સ સાથે અમદાવાદમાં IPLનો પ્રારંભ

અરીજીત સિંહ, તમન્ના ભાટિયા, રશ્મિકા મંદાનાએ આપ્યું પર્ફોમન્સઃ મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ ઉમટી પડ્યા હતા

અમદાવાદ, અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં આજથી આઈપીએલ ૧૬મી સિઝનની શરુઆત થઈ છે. રંગારંગ કાર્યક્રમની સાથે આઈપીએલની શરુઆત થઈ છે. ૧.૧૫ લાખ દર્શકોથી સ્ટેડિયમ ખીચોખચ ભરાયુ હતું.

સૌપ્રથમ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે ઓપનિંગ મેચ યોજાઈ હતી.

આજની મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. બપોરે ૩ઃ૩૦ વાગ્યાથી લોકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા, અને સિંગર અરિજિતસિંહ ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કર્યું હતું. ઓપનિંગ સેરેમની દરમિયાન ૧૫૦૦ જેટલા ડ્રોન મારફત આઇપીએલ ૨૦૨૩ના કપની કૃતિ આકાશમાં બનાવાઈ હતી.


ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૬મી સિઝન આજથી શરૂ થઈ ગઈ છે. મેચ પહેલા આઈપીએલની ઓપનિંગ સેરેમની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ. સેરેમની જાેવા માટે સવા લાખ લોકો સ્ટેડિયમ પહોંચ્યા. મંદિરા બેદીએ લગભગ ૫૫ મિનિટ ચાલેલી ઓપનિંગ સેરેમનીને હોસ્ટ કરી. બોલિવૂડ સિંગર અરિજીત સિંહ, એક્ટ્રેસ રશ્મિકા મંદાના અને તમન્ના ભાટિયાએ ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યું.

બોલિવૂડ સિંગર અરિજીત સિંહના પરફોર્મન્સ સાથે ઓપનિંગ સેરેમની શરૂ થઈ હતી. તેમણે ‘કેસરિયા’, ‘લહરા દો’, ‘અપના બનાલો’, ‘ઝૂમે જાે પઠાન’, ‘રાબતા’, ‘શિવાય’, ‘જીતેગા-જીતેગા’, ‘ચઢેયા ડાંસ દા ભૂત’ અને ‘શુભાનલ્લાહ’ જેવા ગીત પર પરફોર્મન્સ આપ્યું.

અભિનેત્રી રશ્મિકા મંદાનાએ ‘શ્રીવલ્લી’, ‘નાટુ-નાટુ’ અને ‘ઢોલીડા’ જેવા ગીતો પર ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. ત્યાર બાદ અભિનેત્રી તમન્ના ભાટિયાએ ‘તુને મારી એન્ટ્રીયાં’ અને ‘છોગાડા તારા’ જેવા ગીતો પર ૫ મિનિટ સુધી ડાન્સ કર્યો હતો.
ઓપનિંગ સેરેમની શરૂ થાય તે પહેલા જ દર્શકો પોતાની ટીમને સપોર્ટ આપવા માટે પોસ્ટરો સાથે સ્ટેડિયમની બહાર પહોંચી ગયા હતા.

આઈપીએલમાં ૪ વર્ષ બાદ ઓપનિંગ સેરેમની થઈ અને ૩ વર્ષ બાદ ટૂર્નામેન્ટ હોમ અને અવે ફોર્મેટમાં રમાશે. એટલે કે ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર ૭ લીગ મેચ રમશે અને લીગની બાકીની મેચો સામેની ટીમના હોમ ગ્રાઉન્ડ પર રમશે.

આ પહેલા બોલિવૂડ સ્ટાર્સ શાહરૂખ ખાન, સલમાન ખાન અને અમેરિકન સિંગર્સ પિટબુલ, કેટરિના કૈફ, કરીના કપૂર અને દીપિકા પાદુકોણ પણ આઈપીએલમાં પર્ફોર્મ કરી ચૂક્યા છે. ૨૦૧૮ આઈપીએલની ઓપનિંગ સેરેમની મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.