Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પો.માં ‘લીગલ ભ્રષ્ટાચાર’ બ્લેક લીસ્ટ કોન્ટ્રાકટરને રૂા.૮૬ કરોડ ચુકવવા આદેશ

ર૦૧૦ પછી આરબીટેશનના ૬૧ પૈકી પ૬ કેસના ચુકાદા કોર્પોરેશનની વિરૂધ્ધમાં આવ્યા

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના તમામ વિભાગોમાં ભ્રષ્ટાચાર ચાલી રહયો છે પરંતુ કોર્પોરેશનમાં કાયદાનું રક્ષણ કરવાની જવાબદારી જેના શીરે છે તેવો લીગલ વિભાગ પણ ભ્રષ્ટાચારથી ખદબદી રહયો છે મ્યુનિ. લીગલ વિભાગમાં ૮ હજાર કરતા વધુ કેસો પેન્ડીંગ છે

જે પૈકી ૪ હજાર જેટલા કેસ માત્ર એસ્ટેટ વિભાગના જ છે પરંતુ ચોંકાવનારી માહિતી મુજબ મ્યુનિ. કોર્પો.એ ર૦૧૭ના રોડ કૌભાંડમાં જે કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ જાહેર કર્યો હતો તે કોન્ટ્રાકટર માટે લીગલ વિભાગે લાલ જાજમ પાથરતા આર્બીટ્રેટર દ્વારા કોન્ટ્રાકટરને વ્યાજ સહિત રૂા.૮૬ કરોડ ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે. આમ મ્યુનિ. કોર્પોરેશનમાં પ્રથમ વખત ‘લીગલ’ ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચા ચાલી રહી છે.

અમદાવાદ શહેરમાં ર૦૧૭ની સાલમાં ભારે વરસાદને કારણે મોટાપાયે રોડ રસ્તા તૂટ્યા હતા જે મામલે હાઈકોર્ટમાં રીટ થઈ હતી નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ આ અંગે કડક કાર્યવાહી કરવા આદેશ આપતા મ્યુનિ. કોર્પોરેશને ત્રણ કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ જાહેર કર્યાં હતાં જેમાં આકાશ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લિ.નો સમાવેશ થતો થાય છે.

મ્યુનિ. કોર્પો.એ બ્લેકલીસ્ટેડ કોન્ટ્રાકટરોના પેમેન્ટ રોકયા હતા જેના કારણે આકાશ ઈન્ફ્રા.એ કોમર્શિયલ કોર્ટમાં ર૦૧૯ની સાલમાં અપીલ કરી હતી જેનો ૩૧ જાન્યુઆરી ર૦રર એ આર્બીટ્રેટર દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો જેમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને ૯ટકા વ્યાજ સાથે રૂા.૮પ.૩૭ કરોડ આકાશ ઈન્ફ્રા.ને ચુકવવા એવોડ કર્યો હતો.

અત્રે નોંધનીય છે કે ર૦૧૭માં એક જ ટેન્ડર દ્વારા આકાશ ઈન્ફ્રા.ને રૂા.૧રપ કરોડના કામ આપવામાં આવ્યા હતા જેમાં તમામ ઝોન અને રોડ પ્રોજેકટના કામોનો સમાવેશ થતો હતો તેથી આર્બીટ્રેટરના એવોડ મુજબ તમામ ઝોન અને રોડ પ્રોજેકટન્ વિભાગના મળી રૂા.૬ર.૩૩ કરોડ મુદ્દલ તથા રૂા.૩૭.૮૯ કરોડ વ્યાજ સહિતની રકમ ચુકવવા અમલ કરવામાં આવ્યો હતો.

મ્યુનિ. કોર્પોરેશનના આંતરિક વર્તુળોનું માનીએ તો સદર કેસમાં મ્યુનિ. લીગલ વિભાગ તરફથી પૂર્ણ રીતે લાલીયાવાડી દાખવવામાં આવી હતી જેના કારણે આકાશ ઈન્ફ્રા.એ કરેલા કુલ પ૧ અપીલ ના તમામ એવોડ ‘ચુકાદા’ તેની તરફેણમાં ગયા હતા. ભારે ઉહાપોહ થયા બાદ લીગલ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે પરંતુ આ બાબત ઘોડા છુટી ગયા બાદ તબેલે તાળા આપવા જેવો ઘાટ થયો છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સામે ર૦૧૦થી ડીસેમ્બર- ર૦રર સુધી આરબીટ્રેશનમાં કુલ ૬૧ અપીલ થઈ હતી જે પૈકી કોર્પોરેશનની તરફેણમાં માત્ર ૩ જ એવોડ થયા છે બે કેસમાં કોર્પોરેશન અને કોન્ટ્રાકટર વચ્ચે સમાધાન થયા હતા જયારે કોર્પોરેશનની વિરૂધ્ધમાં પ૬ એવોડ આવ્યા હતા જેમાં જલારામ પ્રોજેકટ પ્રાઈવેટ લિમિટેડનો કેસ પણ ઘણો રસપ્રદ છે

જેમાં મ્યુનિ. કોર્પોરેશન તરફથી ચંદ્રભાગા ડેવલોપમેન્ટના કામ માટે જલારામ પ્રોજેકટ દ્વારા રૂા.ર૯ કરોડનો કલેઈમ કરવામાં આવ્યો હતો જેને કોન્ટ્રાકટરે ‘લોસ ઓફ પ્રોફિટ’ ગણાવ્યું હતું. કોન્ટ્રાકટરને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો ન હતો તેમજ કામ કર્યું પણ ન હતું તેમ છતાં આર્બીટ્રેટર દ્વારા રૂા.ર.૬પ કરોડ ચુકવવા એવોડ આપવામાં આવ્યો છે. જેની સામે હાઈકોર્ટમાં રીટ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.