Western Times News

Gujarati News

પાટીદાર પરિવાર ભગવાન જગન્નાથનું મામેરું કરશેઃ યજમાનનું નામ ડ્રોમાં ખૂલ્યું

શાયોના ગ્રુપના યજમાનનું નામ ડ્રોમાં ખૂલ્યું છે- ઘનશ્યામ પટેલનો પરિવારને મામેરું કરવાનો અવસર મળશે

અમદાવાદ,  ભગવાન જગન્નાથની ૧૪૬ મી રથયાત્રાને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભગવાન જગન્નાથના મોસાળવાસીઓએ તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે તે પહેલા મામેરું કોણ ભરશે તે નક્કી કરાતું હોય છે. લકી ડ્રો દ્વારા મામેરુ કરનાર યજમાનનું નામ પસંદ કરાતું હોય છે. ત્યારે આ વખતે ઘનશ્યામ પટેલનો પરિવાર નસીબદાર નીકળ્યો, તેઓ ભગવાન જગન્નાથના મામેરાના યજમાન બન્યા છે. The Patidar family will take care of Lord Jagannath:

શાયોના ગ્રુપના યજમાનનું નામ ડ્રોમાં ખૂલ્યું છે. ઘનશ્યામ પટેલનો પરિવાર યજમાની માટે ૧૦ વર્ષથી મામેરાની રાહ જાેઈ રહ્યો હતો, આખરે તેમને ભગવાનનું મામેરું કરવાનો અવસર મળશે.

ભગવાનું મામેરૂ કરવું એ તો જીવનસભર એક લ્હાવો હોય છે. વર્ષો સુધી મામેરાનું બુકિંગ એડવાન્સમાં થઇ જતું હોય છે. તેમાં પણ ડ્રો કરવામાં આવતો હોય છે. જાે નંબર લાગી જાય તો જીવન ધન્ય-ધન્ય થઇ જતું હોય છે તેવી શ્રદ્ધાળુઓમાં આસ્થા છે.

ત્યારે મામેરા માટે યજમાનનું નામ પસંદ કરવા માટે એક ખાસ ડ્રો કરવામા આવે છે. જેનું નામ નીકળે તે ભગવાનનું મામેરુ કરે. મામેરુ કરવા યજમાનો વર્ષોથી રાહ જુએ છે. યજમાન બનવા માટે એડવાન્સ બુકિંગ થતા હોય છે.

આ વખતે ભગવાનનું મામેરું કરવા કુલ ૯ યજમાનોના નામ વચ્ચે ડ્રો થયો હતો. ડ્રો દ્વારા ચીઠ્ઠીમાં શાયોના ગ્રૂપના ઘનશ્યામ પટેલનું નામ યજમાન તરીકે જાહેર થયું છે. તેઓએ કહ્યું કે, ભગવાનના મામેરાને લઈ તેમના પરિવારમાં ભારે ઉત્સાહ છે. ડ્રોમાં નામ નીકળતા ઘનશ્યામ પટેલે જણાવ્યું કે, જગન્નાથ એ નાથોના નાથ કહેવાય છે. મારા પરિવારને મામેરું કરવાનો લ્હાવો મળ્યો છે. અમે ધામધૂમથી ભગવાનનું મામેરુ કરીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.