Western Times News

Gujarati News

વર્ક ફ્રોમ હોમના નામે સાયબર ગઠીયાઓ કરી રહ્યા છે છેતરપિંડી

cyber crime

(એજન્સી)અમદાવાદ, સાઇબર ગઠિયાઓ હવે ફરીથી વર્ક ફ્રોમ હોમની પદ્ધતિથી લોકોને છેતરવાનું શરૂ કર્યું છે. કોરોનાકાળ બાદ બંધ થયેલી આ મોડ્‌સ ઓપરેન્ડી સાઇબર ગઠિયાઓએ ફરીથી શરૂ કરી છે અને લોકોને પોતાના શિકાર બનાવવાના શરૂ કર્યા છે. આ અંગે ફરિયાદો વધતા અમદાવાદ સાયબર ક્રાઇમ અને સીઆઈડી ક્રાઇમ સક્રિય બન્યું છે. Cyber crooks are doing fraud in the name of work from home

કોરોના કાળમાં વર્ક ફ્રોમ હોમના નામે ઠગાઈએ આતંક મચાવ્યો હતો. પરંતુ સાયબરની સતર્કતા બાદ આ કેસ ઘટ્યા હતા અને ન્યૂડ વિડિયો કોલ, લોન એપ્લિકેશન ફ્રોડ, અને વીડિયો લાઈક ફ્રોડ શરૂ થયા. પરંતુ હવે ફરીથી વર્ક ફ્રોમ હોમનાં નામે લોકો સાથે ઠગાઈના કેસો વધ્યા છે.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સાઇબર ગઠિયાઓ દ્વારા સોશિયલ મીડિયા મારફતે લોકોને ઘર બેઠા કામ કરી પૈસા કમાવવાની જાહેરાતો મોકલવામાં આવે છે. જેની લાલચમાં લોકો આવી લિંક ઓપન કરે છે અને પોતાની માહિતી આપે છે. જેનાથી સાયબર ગઠિયાઓને લોકોનો ડેટા મળી જાય છે અને બાદમાં છેતરપીંડી કરવાનું શરૂ કરે છે.

મહત્વનું છે કે, સાઇબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે સમયાંતરે પોતાની મોડ્‌સ ઓપરેન્ડી બદલે છે. લોકોને કોઈ ઠગાઈની ટેક્નિક ખબર પડી જાય ત્યારે સાઇબર ગઠિયાઓ નવી પદ્ધતિથી લોકોને છેતરે છે. ત્યારે ફરીથી વર્ક ફ્રોમ હોમના નામે લોકોને છેતરવા સાયબર ટોળકી સક્રિય બની છે.

જાણિતી કંપનીઓના નામે ઘર બેઠા કામ કરવા માટે લોભામણી લાલચો આપે છે. મહિલાઓ કે અન્ય લોકો પણ ઘર બેઠા સરળતાથી કામ કરી શકે અને પૈસા કમાઇ શકે તેવી જાહેરાત કરીને લાલચ આપે છે. લોકો જાહેરાતોની લિંક ઓપન કરી પોતાની માહિતી આપે છે અને બેન્ક એકાઉન્ટની પણ માહિતીઓ આપે છે

જેનાથી તેમના બેન્ક એકાઉન્ટ માંથી રૂપિયા ઉપડી જવાના કિસ્સાઓ સામે આવે છે. હાલમાં થોડા સમયથી વર્ક ફ્રોમ હોમના નામે થતી છેતરપિંડીનાં કિસ્સાઓ વધતા સાઇબર ક્રાઇમ અને સીઆઈડી ક્રાઇમ વધુ સક્રિય બન્યું છે અને આવી લિંકો પર કાર્યવાહી કરી તેને બંધ કરાવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.