Western Times News

Gujarati News

મ્યુનિ. ટેક્ષ વિભાગે રેકોર્ડ બ્રેક રૂા.૧૯૦પ કરોડની આવક મેળવી

૧૦૦ રિબેટ યોજનાનો અમલ એપ્રિલ મહિનામાં પણ ચાલુ રહેશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બે દાયકામાં પ્રથમ વખત જાહેર કરવામાં આવેલી ૧૦૦ટકા વ્યાજ રિબેટ યોજનાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. AMC tax department earned a record breaking revenue of Rs.1905 crore

જેના કારણે આ યોજના વધુ એક માસ માટે લંબાવવામાં આવી છે સદર યોજનાના કારણે મ્યુનિ. કોર્પોરેશનની તિજાેરી છલકાઈ ગઈ છે તથા પ્રથમ વખત જ ટેક્ષની આવક ૧૯૦૦ કરોડને પાર કરી ગઈ છે જેમાં પ્રોપર્ટી ટેક્ષની આવક જ રૂા.૧પ૦૦ કરોડ કરતા વધારે છે.

મ્યુનિ. રેવન્યુ કમિટિ ચેરમેન જૈનિકભાઈ વકિલના જણાવ્યા મુજબ ૩૧મી માર્ચે પૂર્ણ થતા નાણાંકિય વર્ષ સુધી મ્યુનિ. કોર્પોરેશનને પ્રોપર્ટી, પ્રોફેશનલ અને વ્હીકલ ટેક્ષ મળી કુલ રૂા.૧૯૧ર.પ૯ કરોડની આવક થઈ છે જેમાં પ્રોફેશનલ ટેક્ષની રૂા.ર૧૪.૦૩ કરોડ અને વ્હીકલ ટેક્ષની રૂા.૧૮૬.ર૯ કરોડની આવક છે જયારે પ્રથમ વખત જ પ્રોપર્ટી ટેક્ષની કુલ આવક રૂા.૧પ૦૦ કરોડને પાર કરી ગઈ છે.

૧૪ ફેબ્રુઆરીથી ૩૧ માર્ચ સુધી ૧૦૦ ટકા વ્યાજ રીબેટ યોજના દરમિયાન મ્યુનિ. કોર્પોરેશનને રૂા.૭૦૦ કરોડ કરતા વધુ આવક થઈ છે. ટેક્ષની જુની ફોમ્ર્યુલામાં મ્યુનિ. કોર્પોરેશનને કુલ રૂા.ર૩.૬પ કરોડની આવક થઈ હતી જેમાં મુદ્દલ પેટે ૪.૮૬ કરોડ તંત્રની તિજાેરીમાં જમા થયા હતાં જયારે કરદાતાઓને રૂા.૧૮.૭૮ કરોડ રિબેટ આપવામાં આવી હતી.

ટેક્ષની નવી ફોમ્ર્યુલામાં કુલ રૂા.૪૭ર.૩૮ કરોડની આવક થઈ હતી જે પૈકી તંત્રની તિજાેરીમાં રૂા.ર૮૮.૪૧ કરોડ જમા થયા છે. જયારે કરદાતાઓને રૂા.૧૮૩.૯૭ કરોડ રિબેટ આપવામાં આવી છે. ર૦રર-ર૩ નાણાકીય વર્ષની કુલ ડીમાન્ડ પૈકી રૂા.રર૮.૪૪ કરોડની આવક આ સમયગાળા દરમિયાન થઈ હતી.

આમ ૧૪ ફેબ્રુઆરીથી ૩૧મી માર્ચ સુધી મ્યુનિ. કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્ષ પેટે કુલ રૂા.૭ર૪.૪૭ કરોડની આવક થઈ હતી જે પૈકી કરદાતાઓને રૂા.ર૦ર.૭પ કરોડ રિબેટ આપવામાં આવ્યું હતું. જયારે મ્યુનિ. તિજાેરીમાં રૂા.પપ૧.૭૧ કરોડ જમા થયા હતાં.

મ્યુનિ. ટેક્ષ ખાતાની વિવિધ ફરિયાદોના નિકાલ માટે આગામી ૧૮મી એપ્રિલે તમામ ઝોનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડેપ્યુટી ટેક્ષ એસેસર, ડેપ્યુટી કમિશ્નર, આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશ્નર, વોર્ડ ઈન્સ્પેકટર સહિતના તમામ જવાબદાર અધિકારીઓ હાજર રહેશે. એપ્રિલ મહિનામાં ૧૦૦ ટકા વ્યાજ રિબેટ યોજનાનો અમલ ચાલુ હોવાથી એડવાન્સ ટેક્ષ અંગે ટુંક સમયમાં જાહેરાત કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.