કોર્પોરેશનની રેડઃ ૭૦૦ લીટર ઠંડા પીણા, શરબતનો નાશ કરાયો
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં ગરમીની શરૂઆત થઇ ચૂકી છે. માવઠા બાદ હવે તાપ વધી રહ્યો છે. આવામાં એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, ગરમીમાં ઠંડાપીણા પીતે પહેલા સાવચેત રહેવાની જરૂર છે. કેમ કે, કોર્પોરેશને રેડ કરી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપ્યો છે.
આ સાથે જ કોર્પોરેશન દ્વારા ૭૦૦ લીટર ઠંડાપીણા અને શરબતનો નાશ કરાયો છે. ગરમીમાં ઠંડાપીણાથી પીતા પહેલા ચેતવાની જરૂર છે. કોર્પોરેશન દ્વારા ઠંડાપીણા મામલે રેડ કરવામાં આવી છે અને અખાદ્ય જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. કોર્પોરેશને ૭૦૦ લીટર ઠંડાપીણા, શરબતનો નાશ કર્યો છે.
ઉપરાંત પાણીપુરીનું પાણી, બળેલું તેલ, ચટણીનો સોશનો પણ નાશ કરાયો છે. સાથે જ ૪૦૫ ગ્રામ બગડેલાં ફ્રુટ્સ, શાકભાજી, તેમજ પાણીપુરીનો માવો અને તૈયાર ખોરાકનો પણ નાશ કરાયો છે. કોર્પોરેશન દ્વારા અખાદ્ય પદાર્થ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જે મામલે રેડ દરમિયાન હલકી ગુણવત્તા અને બિનઆરોગ્યપ્રદ અખાદ્ય પદાર્થ મળી આવ્યા હતા. કોર્પોરેશનના ફૂડ વિભાગે દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા અમદાવાદના અસારવા, શાહીબાગ, દરિયાપુર, શાહપુર, જમાલપુર, ખાડિયામાં રેડ કરવામાં આવી હતી. રેડ કામગીરી દરમિયાન ૧૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવ્યું હતું.
સાથે જ નિયમોનું પાલન ન કરનાર ૮૪ એકમોને નોટિસ આપવામાં આવી છે. ગરમી પડતાં લોકો ઠંડાપીણા પીતા હોય છે. આવામાં તે લોકોએ સાવધાન થઇ જવાની જરૂર છે. નોંધનીય છે કે, કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા સમયાંતરે અખાદ્ય પદાર્થ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે
અને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવતાં હોય છે. આ કાર્યવાહી દરમિયાન હલકી ગુણવત્તા અને બિનઆરોગ્યપ્રદ અખાદ્ય પદાર્થ મળી આવતાં એકમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે.