Western Times News

Gujarati News

સંઘના વડા મોહન ભાગવત અને અમિત શાહ વચ્ચે બેઠકમાં શું વાતચીત થઈ?

File

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં સંત સંમેલન કાર્યક્રમાં RSSના વડા મોહન ભાગવત તેમજ ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ મોહન ભાગવત તેમજ ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે એક કલાક કરતાં પણ વધુ સમય માટે બેઠક થઈ હતી. @Acharyasabha #Ahmedabad

૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ધાર્મિક, રાજકીય અને સામાજિક મુદ્દાઓના મનોમંથનનું એપી સેન્ટર બન્યું છે. અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે આયોજીત આઠમી હિંદુ આચાર્ય ધર્મસભામાં આરએસએસના વડા મોહન ભાગવત ઉપસ્થિત છે.

તો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ ધર્મ સંમેલનમાં હાજર રહે તેવી શક્યતા છે.દેશભરમાંથી હિંદુ સંપ્રદાયના પૌરાણિક મઠના સંતોષ ધર્માચાર્યોની હાજરીમાં વર્તમાન મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરાશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સરકાર અને સંતોની હાજરીમાં ધાર્મિક બાબતો પર મંથન કરાશે.

 

આ સંત મહાસંમેલનમાં રાજ્ય સરકારો દ્વારા મંદિરોમાં થતા વહીવટ અંગે પણ ચર્ચા થઈ શકે છે. ૨૦૨૪ લોકસભા ચૂંટણી પહેલા મોહન ભાગવતનો દેશભરના ટોચના સંતો સાથેના સંવાદને મહત્વનો માનવામાં આવે છે.

અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે આયોજીત આઠમી હિંદુ આચાર્ય ધર્મસભામાં દેશભરના સંતો-મહંતો અને સંઘના આગેવાનો મહત્વના મુદ્દે ચર્ચા કરશે. જેમાં હિંદુ મંદિરોના જીર્ણોદ્ધાર, મંદિરોમાં સરકારના વહીવટ, હિંદુ મંદિરોને મળતા દાનનો ધર્મકાર્યોમાં વધુ ઉપયોગ કરવા અંગે ભાર મુકાશે.

આ ઉપરાંત આદિવાસી કલ્યાણની નવી યોજનાની સાથે જ ગૌ-સેવાનો વ્યાપ વધારવા પર મંથન થશે. હિંદુ પરંપરા અનુસારના શિક્ષણની સાથે જ સમાજના વિવિધ વર્ગોનું ઉત્થાન થાય તેના પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.