Western Times News

Gujarati News

રાજ્યની ૬૨૬ શાળાના ૧.૩૦ લાખ વિદ્યાર્થીઓએ ગુજકેટ ટેસ્ટ આપી

(એજન્સી)ગાંધીનગર, ગુજરાતભરમાં આજે ૬૨૬ શાળામાં ૧.૩૦ લાખ વિદ્યાર્થીઓ ગુજકેટ એટલે કે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપશે. આ પરીક્ષાથી વિદ્યાર્થીઓને ઈજનેરી, ફાર્મસી, મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મળે છે. ગુજકેટમાં મળેલા માર્ક્‌સના આધારે ઉપરોક્ત ક્ષેત્રમાં પ્રવેશ ફાળવવામાં આવે છે.

રાજ્યભરમાં ૬૨૬ સ્કૂલમાં ૧.૩૦ લાખ વિદ્યાર્થી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) આપશે. ડિગ્રી ઇજનેરી, ફાર્મસી, મેડિકલમાં પ્રવેશ માટે ગુજકેટમાં વિદ્યાર્થીને મળેલા ગુણને આધારે મેરિટ ક્રમ નક્કી કરવામાં આવે છે. યોજાયેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓ પોતાની સાથે સાદું કેલક્યુલેટર લઈ જઈ શક્યાં હતા.

પરીક્ષામાં વધારાની કોઈ પણ વસ્તુ કે ગેજેટ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.ગુજકેટમાં સૌથી વધુ ૧૮,૦૪૪ વિદ્યાર્થી સુરતમાં, જ્યારે સૌથી ઓછા ૩૪૭ વિદ્યાર્થી આહવા ડાંગમાં નોંધાયા છે. ગુજકેટમાં ત્રણ પેપર એક જ દિવસમાં લેવાશે. સવારે ૯.૩૦ વાગ્યાથી પરીક્ષા શરૂ થઈ હતી.

પહેલા તબક્કામાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું પેપર લેવાયું છે, બીજા તબક્કામાં બાયોલોજીનું પેપર હતું. તેનો સમય બપોરે ૧૨ઃ૩૦થી ૨ઃ૦૫ સુધીનો હતો પછીના તબક્કામાં ગણિતનું પેપર જેનો સમય બપોરે ૨.૩૦ વાગ્યાથી સાંજે ૪.૦૫ મિનિટ સુધીનો રહેશે.

અત્યારે નોંધવું જરૂરી છે કે, આ વખતે ગુજકેટની પરીક્ષામાં બિહાર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને યુપીના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે. તેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ મહારાષ્ટ્ર બોર્ડના છે. ગુજરાત બોર્ડના ૧,૧૫,૧૩૫ વિદ્યાર્થીઓ છે. બિહાર બોર્ડના ૫૪, સીબીએસસીના ૧૩,૫૭૦, મહારાષ્ટ્ર બોર્ડના ૨૩૦, મધ્યપ્રદેશ બોર્ડના ૩૧, નેશનલ ઓપન સ્કૂલના ૫૪૬ અને રાજસ્થાન બોર્ડના ૭૨, યુપી બોર્ડના ૫૬ અને ભારત બહારના બોર્ડના ૧૩ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.