સિંહોની ત્રાડથી સાસણ ગીરનું જંગલ ગૂંજી ઉઠ્યુ
જૂનાગઢ, સિંહોની ત્રાડથી સાસણ ગીરનું જંગલ ગુંજી ઉઠ્યું હતું. સાસણના જંગલના જીપસી રૂટ પર ખૂંખાર સિંહો વચ્ચેની લડાઇનો વીડિયો વાયરલ થયો છે. જીપ્સીના રૂટ પર વસવાટ કરતા સિંહો વચ્ચે વર્ચસ્વની લડાઈ જામી હતી અને ગીર અભ્યારણમાં સિંહો આમને-સામને આવતા જંગ જામ્યો હતો. ગાઢ જંગલ સિંહોની ગર્જનાથી ગુંજી ઉઠ્યું હતું.
ત્યારે જંગલમાં ભાગ્યે જ જાેવા મળતી સિંહોની લડાઈ જાેઈને પ્રવાસીઓના પણ હોશ ઉડી ગયા હતા. હાલ સાસણના જંગલનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
સાસણગીર જંગલમાં અવારનવાર સિંહો વચ્ચે જીવ સટોસટની લડાઈ થતી હોય છે, તેવી જ લડાઈ થતાં પ્રવાસીઓના હોશ ઉડી ગયા હતા. બહારના ગ્રુપનો સિંહ આવી જીપ્સીના રૂટ પર વસવાટ કરતા સિંહણોના ગ્રુપ પર કબજાે જમાવવાનો પ્રયાસ કરતા સિંહણોના ગ્રુપના વનરાજે જીવ સટોસટની લડાઈ ચાલુ કરી હતી.
તેવામાં સિંહણોના ગ્રુપનો અન્ય ખૂંખાર વનરાજ વચ્ચે પડી લડાઈ કરતાં ગીરનું જંગલ સિંહોની ત્રાડથી ગુંજી ઉઠ્યું હતું. આવી ઘટનાઓ તો ગીરમાં અવારનવાર બનતી હોય છે પરંતુ ભાગ્યે જ આવી ઘટના રૂબરૂ જાેવા મળે છે. જેનો વીડીયો વાયરલ થયો છે.
બીજી બાજુ, જંગલમાં સિંહ-સિંહણ તથા તેના બચ્ચાના અવનવા વીડિયો સામે આવતા રહે છે, ત્યારે તાજેતરમાં જ વધુ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં જંગલમાં ભાગ્ય જાેવા મળતી પળ ફોટોગ્રાફર કરીમ કડીવારે કેદ કરી હતી.
જેમાં સિંહ પોતાના સિંહબાળ સાથે ગમ્મત કરતો જાેવા મળ્યો હતો. ફોટોગ્રાફર કરીમ કડીવારે જણાવ્યું હતું કે, આ પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ કરવાની તક જવલ્લે જ પ્રાપ્ત થતી હોય છે. ત્યારે મને આ તક પ્રાપ્ત થઈ તે માટે હું ખુદને ભાગ્યશાળી માનું છું.SS1MS