સુમુલ દ્વારા દૂધમાં ૨ રૂપિયા અને ખાદ્યતેલના ભાવમાં ૧૫નો વધારો
અમદાવાદ, મોંઘવારીમાં પીસાતી પ્રજા પ૨ સુમુલ ડેરી એ પણ દૂધના ભાવ વધારીને વધુ એક ફટકો માર્યો છે. અમૂલ બાદ સુમુલ ડેરીએ ગ્રાહકોને ઝટકો આપ્યો છે. સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લીટર ૨ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.
અમુલ બ્રાન્ડના ગોલ્ડ, તાજા, શક્તિ તથા ગાયના દૂધના ૫૦૦ એમએલના પાઉચના ભાવમાં ૧ રૂપિયાનો વધારો થયો છે, જ્યારે ૨૫૦ એમએલની દૂધની થેલી તથા ૫૦૦ એમએલ છાશનો ભાવ યથાવત છે. ૬ લિટરની છાશની થેલીના ભાવમાં ૬ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દૂધની વિવિધ બ્રાન્ડોના ભાવમાં પ્રતિ લીટર ૨ રૂપિયાનો વધારો કરાયો છે.
મોધવારીના માર વચ્ચે ૧ એપ્રિલે અમૂલ દૂધની કિમંતમાં પણ વધારો કર્યો હતો. નવો ભાવ વધારો આજથી લાગૂ થશે. ગોલ્ડ, શક્તિ, ગાય, તાઝા અને સ્લિમ એન્ડ ટ્રીમના ૧ લિટરમાં રૂા.૨નો ભાવ વધારો ઝીંક્યો હતો. છ મહિનામાં અમૂલે દૂધના ભાવમાં બીજી વખત વધારો થયો છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો ભાવ વધારો થયો છે. આ ભાવ વધારો આજથી લાગૂ થશે.
આપણે બધા દૂધમાં આવતી ભેળસેળથી પરેશાન છીએ. આ ભેળસેળ દૂધના ગુણોનો નાશ કરે છે, પરંતુ સાથે સાથે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ખતરનાક છે. ગંભીર સમસ્યા એ છે કે ભેળસેળ શોધવી સરળ નથી. જાે કે હવે આઈઆઈટી મદ્રાસના સંશોધકોએ આ કામ સરળ કરી દીધું છે.
હવે ઉપકરણની મદદથી તમે ઘરે બેઠા જ દૂધમાં ભેળસેળ શોધી શકશો. ખરેખર, IIT મદ્રાસે એક પોર્ટેબલ ૩ડ્ઢ પેપર-આધારિત ઉપકરણ બનાવ્યું છે જે દૂધમાં ભેળસેળ શોધી શકે છે.
આ ઉપકરણ માત્ર ૩૦ સેકન્ડમાં ભેળસેળની પોલ ખોલી શકે છે. ખાસ વાત એ છે કે હવે ભેળસેળના ટેસ્ટિંગ માટે કોઈ લેબમાં જવાની જરૂર નથી. આ ડિવાઈસની મદદથી ઘરે બેસીને માત્ર એક મિલીલીટર દૂધમાંથી ભેળસેળ શોધી શકાય છે. ગુજરાતમાં તાજેતરમાં અમૂલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો.
ત્યારે હવે રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર ઉછાળો થયો છે, પરિણામે મધ્યવર્ગીય પરિવારોની સ્થિતિ પડ્યા પર પાટા જેવી થઈ છે.
સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં ૧૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેના પગલે તેલનો ડબ્બો ૩૦૦૦ની નજીક પહોંચી ગયો છે. રાજકોટમાં સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં ૧૫ રૂપિયાનો વધારો થયો છે.
રાજકોટમાં સિંગતેલના ડબ્બાનો ભાવ ૨,૯૪૫ રૂપિયાએ પહોંચ્યો છે જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા ૧,૮૯૦એ પહોંચ્યો છે જ્યારે બીજી તરફ પામોલિન તેલના ભાવમાં પણ સપ્તાહમાં ૧૨૦ રૂપિયાનો વધારો થયો છે.
પામોલિન તેલના ભાવ હજુ પણ વધશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. મોંઘવારીમાં પીસાતી પ્રજા પ૨ સુમુલ ડેરી એ પણ દૂધના ભાવ વધારીને વધુ એક ફટકો માર્યો છે. અમૂલ બાદ સુમુલ ડેરીએ ગ્રાહકોને ઝટકો આપ્યો છે.
સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લીટર ૨ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અમુલ બ્રાન્ડના ગોલ્ડ, તાજા, શક્તિ તથા ગાયના દૂધના ૫૦૦ એમએલના પાઉચના ભાવમાં ૧ રૂપિયાનો વધારો થયો છે, જ્યારે ૨૫૦ એમએલની દૂધની થેલી તથા ૫૦૦ એમએલ છાશનો ભાવ યથાવત છે.
૬ લિટરની છાશની થેલીના ભાવમાં ૬ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દૂધની વિવિધ બ્રાન્ડોના ભાવમાં પ્રતિ લીટર ૨ રૂપિયાનો વધારો કરાયો છે.SS1MS