Western Times News

Gujarati News

નવનિયુક્ત ન્યાયાધીશ શ્રી દેવન દેસાઈ અને સુશ્રી મોક્ષા કિરણ ઠક્કરે શપથગ્રહણ કર્યા

ગુજરાત હાઇકોર્ટ ખાતે કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી જસ્ટિસ એ.જે. દેસાઈની અધ્યક્ષતામાં નવનિયુક્ત ન્યાયાધીશશ્રીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો

એડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદી તથા નવનિયુક્ત ન્યાયાધીશશ્રીઓના પરિજનોની ઉપસ્થિતિ -ગુજરાત હાઇકોર્ટ ખાતે બે નવનિયુક્ત ન્યાયાધીશશ્રીઓનો શપથગ્રહણ સમારંભ યોજાયો હતો.

ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી જસ્ટિસ એ. જે. દેસાઈએ બંને નવનિયુક્ત ન્યાયાધીશશ્રીઓને શપથ લેવડાવ્યા હતા. નવનિયુક્ત ન્યાયાધીશ શ્રી દેવન દેસાઈ અને સુશ્રી મોક્ષા કિરણ ઠક્કરે શપથગ્રહણ કર્યા હતા.

આ શપથગ્રહણ સમારોહમાં એડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદી તથા હાઇકોર્ટના જજીસ, વરિષ્ઠ વકીલો, નવનિયુક્ત ન્યાયાધીશશ્રીઓના પરિજનો ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.