Western Times News

Gujarati News

પરીક્ષામાં આમિર ખાનની પીકચરના ગીત લખી આવ્યો

નવી દિલ્હી, આજકાલ સ્કૂલ કોલેજાેમાં જાતજાતના વિદ્યાર્થીઓ જાેવા મળે છે. કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય છે જેમને અભ્યાસમાં એટલો રસ હોય છે કે તેઓ ઘણા હોશિયાર હોય છે, પણ બાકી ઘણા બધા તો એવરેજ વિદ્યાર્થીઓ હોય છે, પરંતુ કેટલાક એવા વિદ્યાર્થીઓ હોય છે જેમના દિલ અને દિમાગ અભ્યાસમાં બિલકુલ જાેડાયેલા નથી.

આવા જ એક વિદ્યાર્થીની આન્સરશીટ ગઈ વાયરલ હાલમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. જાે તમે આ વાયરલ આન્સરશીટ જાેશો તો તમે હસ્યા વગર રહી શકશો નહીં.

કારણકે આ વ્યક્તિએ ઉત્તરવહીમાં લખ્યું એવું કૈંક છે. તમને હસવું આવશે કે આ વિદ્યાર્થીએ સવાલના જવાબમાં ફિલ્મના ગીતો લખ્યા છે. સામાન્ય રીતે શિક્ષકો આવી ઉત્તરવહી વાંચ્યા પછી સહન કરી શકતા નથી, પરંતુ અહીં શિક્ષકે માત્ર ધીરજપૂર્વક આખી ઉત્તરવહી વાંચી.

એટલું જ નહીં તેણે તેના અંતે પોતાની કોમેન્ટ એટ્‌લે કે રીમાર્ક પણ લખી છે, જેને વાંચીને લોકોએ ટીચરના જ વખાણ કરવાનું શરૂ કરી દીધું છે. તમે પણ વાંચો શું લખ્યું છે આ મહાશયે. આ વીડિયો થોડા દિવસ પહેલા જ શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં લગભગ ૭ લાખ લોકો જાેઈ ચૂક્યા છે,

જ્યારે ૨૨ હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. આના જવાબમાં ઘણા લોકોએ કહ્યું છે કે ભલે જે હોય તેપણ તેના અક્ષર સરસ છે. ચંદીગઢ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીની આ ઉત્તરવહી હોવાનું માનવમાં આવી રહ્યું છે.

૨ સવાલોના જવાબમાં છોકરાએ આમિર ખાનની ફિલ્મનું ગીત લખ્યું છે. પહેલા સવાલના જવાબમાં ૩ ઈડિયટ્‌સનું ગીત ગીવ મી સમ સનશાઈનપગીવ મી સમ રેઈન લખ્યુ છે, જ્યારે ત્રીજા સવાલના જવાબમાં પીકે ફિલ્મનું ગીત- ભગવાન હૈ કહાં રે તુ? લખવામાં આવ્યું છે.

જાે કે આ ઉત્તરવહી વાંચ્યા બાદ શિક્ષકે એક રમુજી ટિપ્પણી કરતા લખ્યુ હતું કે – ‘વધુ જવાબો લખવા જાેઈએ. વિચાર સારો છે, પરંતુ તે કામ નહીં કરે. આ  VIDEO સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર cu_memes_cuians નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.