સોનું ઓલ-ટાઈમ હાઈઃ ૧૦ ગ્રામ સોનું પહેલીવાર રૂા. ૬૧ હજારને પાર
(એજન્સી)નવી દિલ્હી, સોનાએ બુધવારે એટલે કે ૫ એપ્રિલે નવો રેકોર્ડ બનાવ્યો છે. ૧૦ ગ્રામ સોનાની કિંમત ૬૧ હજાર રૂપિયાને પાર થઈ ગઈ છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઈટ અનુસાર, આજે બુલિયન માર્કેટમાં સોનું રૂ.૧,૨૬૨ મોંઘું થઈને રૂ. ૬૦,૯૭૭ થઈ ગયું છે. અગાઉ ૩૧ માર્ચે સોનું મોંઘું બન્યું હતું, જ્યારે તે રૂ. ૫૯,૭૫૧ પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચ્યું હતું.
આ સિવાય ચાંદી પણ ૭૪ હજારને પાર થઈ ગઈ છે.આજે બુલિયન માર્કેટમાં ચાંદી રૂ. ૨,૮૨૨ મોંઘી થઈ અને રૂ. ૭૪,૫૨૨ પર પહોંચી ગઈ. આ તેનું ૩૧ મહિનાનું હાઈ લેવલ છે.
કેડિયા એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયાના જણાવ્યા અનુસાર, ૨૦૨૦માં શરૂ થયેલી ગોલ્ડ સુપર સાઇકલ હજુ પણ ચાલુ છે. આ વર્ષે સોનું ૬૨,૦૦૦ સુધી પહોંચવાનો અંદાજ હતો, પરંતુ વર્તમાન સંજાેગોમાં તે ૬૪,૦૦૦ સુધી પહોંચી શકે છે.
અનુજ ગુપ્તાનું કહેવું છે કે, શેરબજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવને કારણે સોનાને સપોર્ટ મળી રહ્યો છે. આ કારણે આ વર્ષના અંત સુધીમાં સોનું ૬૫ હજાર રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ સુધી જઈ શકે છે.
કે જાે તમને સોનામાં રોકાણ કરવાનું પસંદ હોય તો પણ તમારે તેમાં મર્યાદિત રોકાણ કરવું જાેઈએ. નિષ્ણાતોના મતે, કુલ પોર્ટફોલિયોમાંથી માત્ર ૧૦ થી ૧૫% જ સોનામાં રોકાણ કરવું જાેઈએ. સોનામાં રોકાણ કરવાથી કટોકટીના સમયમાં તમારા પોર્ટફોલિયોને સ્થિરતા મળી શકે છે, પરંતુ તે લાંબા ગાળે તમારા પોર્ટફોલિયોના વળતરને ઘટાડી શકે છે. સોનામાં ઓછામાં ઓછા ૩ થી ૫ વર્ષ માટે રોકાણ કરવું યોગ્ય રહેશે.