Western Times News

Gujarati News

અરુણાચલના ભારતીય ક્ષેત્ર પર દાવો કરવાના ચીનના પ્રયાસોનો US દ્વારા વિરોધ

(એજન્સી)વોશિંગ્ટન, ચીને ભારતના અરુણાચલ પ્રદેશમાં ૧૧ સ્થળોના નામ બદલ્યા છે. આ અંગે અમેરિકાએ આકરી પ્રતિક્રિયા નોંધાવી છે. યુએસે કહ્યું કે અમેરિકા અરુણાચલ પ્રદેશના ભારતીય ક્ષેત્ર પર દાવો કરવાના ચીનના પ્રયાસોનો વિરોધ કરે છે. US opposes China’s attempts to claim Indian territory of Arunachal

અમેરિકાએ ચીનને લપડાક આપતા અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન હિસ્સો ગણાવ્યો હતો. એક રીતે જાેઈએ તો ચીન માટે ભારતીય ક્ષેત્ર પર પોતાનો દાવો રજૂ કરવાનો આ એક પ્રકાર છે.

અમેરિકાનું આ નિવેદન ચીનના નાગરિક બાબતોના મંત્રાલય દ્વારા અરુણાચલ પ્રદેશના ૧૧ સ્થળોના નામ બદલવામાં આવ્યા બાદ આવ્યું છે. તેઓએ આ સ્થાનોના નામ ચીની અક્ષરો, તિબેટીયન પિનયિન ભાષાઓમાં બદલ્યા છે.

ચીનના મંત્રાલયે રવિવારે ૧૧ સ્થળોના નામની જાહેરાત કરી હતી. બે રહેણાંક વિસ્તારો, પાંચ પર્વત શિખરો, બે નદીઓ અને અન્ય બે વિસ્તારો સહિત ચોક્કસ ગૌણ પણ આપવામાં આવ્યા છે.

ચીનની આ કાર્યવાહી બાદ ભારતના વિદેશ મંત્રાલયે પણ આકરી પ્રતિક્રિયા આપી હતી. ભારતે અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલવાના ચીનના પ્રયાસને સંપૂર્ણપણે ફગાવી દીધો હતો. ચીન દ્વારા અરુણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોના નામ બદલવા અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં ભારતે કહ્યું હતું કે અમે તેને સ્પષ્ટપણે નકારીએ છીએ. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ છે અને હંમેશા રહેશે.

બદલાયેલા નામો આપવાનો પ્રયાસ કરવાથી આ વાસ્તવિકતા બદલાશે નહીં. જાેકે આ પહેલીવાર નથી જ્યારે ચીને આવો પ્રયાસ કર્યો હોય. ચીને અગાઉ પણ અરુણાચલ પ્રદેશના વિસ્તારોના નામ બદલ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.