દવાની આડમાં દારૂની હેરાફેરી કરતાં છ શખ્સોની ધરપકડ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં હવે દવાની આડમાં દારૂની હેરાફેરી કરતા આરોપીઓ ઝડપાયા છે. અસલાલી પોલીસે એક ટ્રક અને ૪૦ લાખના દારૂનો જથ્થો મળી ૯૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. Six persons were arrested for smuggling liquor under the guise of medicine
ઉતરાખંડથી નીકળેલી દારૂની ટ્રક પંજાબ પહોંચ્યા બાદ તેમાં દવાની આડમાં દારૂ છુપાવી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં પહોચે તે પહેલા જ અસલાલી પોલીસે ઝડપી પાડ્યો છે.
મહત્ત્વનું છે કે દારુના રૂપિયા લેવા માટે આરોપી વિમાન મારફતે અમદાવાદ આવતા તેની પણ ધરપકડ કરાઇ છે. અમદાવાદની અસલાલી પોલીસે ૪૦ લાખનો દારૂનો જથ્થો પંજાબથી અમદાવાદ અને ખેડા પહોંચે તે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યો છે. મહત્વનું છે કે ઉત્તરાખંડના દહેરાદુનથી નિકળેલી ૧૮ લાખની દવાની આડમા ૪૦ લાખનો દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરાયો હતો.
જાેકે અસલાલી પોલીસને માહિતી મળતા દારૂ અને દવા ભરેલી બે ટ્રકો સાથે છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત જેના ત્યાં દારૂ ઉતારવાનો હતો તે અને ચંદીગઢથી વિમાન મારફતે રૂપિયા લેવા આવનાર આરોપી સહિત કુલ આઠ આરોપીઓની ધરપકડ કરાઇ છે.
જેમાં સુનિલ રાઠોડ, શુભમ પંડિત, વિજય રાજપુત, ફુરકાનઅલી, નમનસિંહ જાટ, બ્રિજેન્દ્રકુમાર શર્મા, ગૌતમ ગુરખા અને જય ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી છે.દારૂના જથ્થા સાથે ઝડપાયેલા ટ્રક ડ્રાઇવરની પૂછપરછ કરાતા હકીકત સામે આવી કે કિશન ઉર્ફે ચાચા નામના વ્યક્તિએ પંજાબથી દારૂનો જથ્થો મોકલ્યો હતો.
જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત માતરના વણસર ગામમાં રહેવાસી યશવંતસિંહ ચૌહાણને પણ દારૂ આપવાનો હતો. જેથી તેની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓએ ઉત્તરાખંડથી ૭૩૨ દવાના બોક્સ સાથે એક ટ્રક જીએસટી બિલ સાથે ગુજરાત રવાના કરી હતી.
જાેકે પંજાબના તરંગતરા ખાતે ટ્રક પહોંચતા બંને ટ્રકમાં દારૂ ભરી ઉપર દવાના બોક્સ મૂકી દારૂ છુપાવી દીધો હતો. પરંતુ પોલીસને હકીકતની જાણકારી મળતા દવાની આડમાં થતી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. ઝડપાયેલા ટ્રક ડ્રાઇવર અને ક્લીનરની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે,
આરોપીઓ આ પહેલા પણ ત્રણ વખત દારૂની ડિલિવરી કરી ચૂક્યા છે. જે માટે તેઓ દવાના બિલની આડમાં દારૂ ઘુસાડતા હોવાનું સામે આવ્યું છે. જાેકે પોલીસ તપાસમાં અને પંજાબના મુખ્ય આરોપીની ધરપકડ થયા બાદ શું નવી હકીકત સામે આવે છે તે જાેવું મહત્વનું છે.