Western Times News

Gujarati News

હરિયાણાના માણેશ્વરમાં તૈયાર કરવામાં આવી સાળંગપુર હનુમાન દાદાની પ્રતિમા

સાળંગપુર હનુમાન દાદાની ૫૪ ફૂટ ઊંચી વિરાટ પ્રતિમાનું અનાવરણ

અમદાવાદ, સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરમાં કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. હનુમાન જયંતિના એક દિવસ પહેલાં જ એટલે કે આજે આ મૂર્તિને વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદદાસ સહિત અન્ય સંતો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે.

સાળંગપુર તીર્થ પોતે કેવી રીતે એક ગામથી તીર્થ બન્યું તે ઈતિહાસ અને મહિમાની ગાથા વર્ણવતો શો રજૂ કરાયો હતો. તેમજ વિરાટ કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા અને પ્રદક્ષિણા પથ પર સ્માર્ટ અને ઇન્ટેલીજેન્ટ કલરફૂલ લાઈટ્‌સ, પેટર્ન અને ડોક્યુમેંટ્રી ફિલ્મ દ્વારા દિલધડક દૃશ્યો રજૂ કરાયા.

૧૩ મિનિટના શોમાં સાળંગપુર તીર્થનો ઇતિહાસ, મહિમા, ભગવાન સ્વામિનારાયણનું આગમન, પૂજ્ય ગોપાળાનંદ સ્વામી દ્વારા પ્રતાપી કષ્ભંજનદેવ હનુમાનજીની સ્થાપનાથી લઈ આજે આ તીર્થના હ્રદયતીર્થ સ્થાન પર ૫૪ ફૂટ ઊંચા કિંગ ઓફ સાળંગપુરની સ્થાપનાની કહાની એક નવા અંદાજમાં રજૂ કરવામાં આવી.

સંતો અને ભક્તોની મોટી સંખ્યામાં હાજરીથી સમગ્ર પરિસર ભક્તિમય બન્યું છે. અનાવરણ બાદ ભક્તો દાદાની વિરાટ પ્રતિમાના દર્શનનો લાભ લઈ રહ્યા છે. એટલું જ નહીં હનુમાનજીની આ પ્રતિમાએ સાળંગપુરની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા છે.  હનુમાન જયંતિના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીંના ભોજનાલયને ખુલ્લું મુકશે.

લોકાર્પણ પ્રસંગે અહીં લાઈટ એન્ડ સાઉન્ડ શો, ડાન્સ, ડોક્યુમેન્ટ્રીથી લઈને વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. તો અહીં લોક ગાયક કલાકાર ઓસમાન મીર અને ર્નિમલદાન ગઢવી પણ પર્ફોર્મન્સ આપશે.

સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર પરિસરમાં લોકાર્પણ થનાર હનુમાનજીની આ મહાકાય મૂર્તિને હરિયાણાના માણેશ્વરમાં તૈયાર કરવામાં આવી હતી. જે બાદ તેના અલગ અલગ પાર્ટને બાય રોડ લાવવામાં આવ્યાં હતા. જેને જાેઈન્ટ કરવાનું કામ લગભગ છેલ્લા ૮ મહિનાથી ચાલી રહ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.