Western Times News

Gujarati News

ઝઘડીયાના શીયાલી ગામે શેરડીના ખેતરમાં દીપડીના બચ્ચા મળી આવ્યા

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ)  ઝઘડીયા તાલુકાના શીયાલી ગામે રહેતા એક ખેડૂતના શેરડીના ખેતરમાં ખેડૂતને બે નવજાત દીપડાના બચ્ચા દેખા દેતા તેને ઝઘડીયા વનવિભાગ ને જાણ કરી હતી.જેથી ઝઘડીયા વનવિભાગ સ્થળ ઉપર પહોચી નવજાત શિશુ ને વનવિભાગની કચેરી ઉપર લાવી તેને? Leopard cubs were found in a sugarcane field in Sheyali village of Jhagadia Bharuch Gujarat.

જરૂરી આહાર આપ્યો હતો જે બાદ સતત વનવિભાગના કર્મચારીઓ દ્વારા તે દીપડી ને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી પરંતુ છેલ્લા ત્રણ દિવસ થી બચ્ચા ને શેરડી ના ખેતર માં તેઓના સ્થાન ઉપર છોડી દીપડી ની રાહ જાેવાઈ રહી છે અને પરિવાર નો મેળાપ થવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

પરંતું તેઓની માતા ક્યાંક દૂર ખોરાકની શોધ માં જતી રહી હોઈ તેમ તેનો હજુ કોઈ પત્તો મળ્યો નથી જે બાદ વનવિભાગ પણ આ શિશુઓ ને ઝઘડીયા કચેરી ખાતે લાવી તેઓને જરૂરી આહાર આપી તેની સંભાળ રાખે છે અને બેવ નવજાત શિશુ હાલ સ્વસ્થ છે.

ત્યારે વનવિભાગના કર્મચારીઓ તેની માતાને શીયાલી ગામ અને તેની આજુબાજુના વિસ્તારમાં ખોરવાના પ્રયત્નો પણ હાલ ચાલુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.