Western Times News

Gujarati News

દહેજ પંથકમાં ૩ સફાઈ કામદારના મોતના મામલે સરપંચ – ડે. સરપંચ પર એટ્રોસિટી

સરપંચ અને ડે.સરપંચના પતિ ઉપર માનવ વધ અને એટ્રોસિટીનો ગુનો દાખલ -તલાટી સસ્પેન્ડ, ૨૦૧૩ ના નવા કાયદાની કલમનો ઉમેરો

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ ગ્રામ પંચાયતની હદમાં ગટર સફાઈ કરવા ઉતરેલા ૩ કામદારોના મોત પ્રકરણમાં સરપંચ અને ડેપ્યુટી સરપંચના પતિ સામે ગુનો દાખલ થયો છે જ્યારે ફરજમાં બેદરકારી બદલ તલાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. in the matter of death of 3 cleaners in Dahej – Atrocity on Sarpanch

દહેજ પોલીસમાં દહેજ ગ્રામ પંચાયતની હદમાં ગટર સફાઈ કરવા ગયેલા પાંચ પૈકી ત્રણ સફાઈ કર્મચારીઓના મોતમાં એક મૃતકની પત્ની રમીલાબેન પરમારએ ફરિયાદ નોંધાવી છે.જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે મારો પતિ અનિપભાઈ પરમાર તથા અન્ય લોકો ગટરની સફાઈ કરવા માટે ગયા હતા.

દહેજ ગ્રામ પંચાયતની હદમાં ટાવર ફળિયાની નવી નગરી નજીકની ગટરની સફાઈ ગ્રામ પંચાયતના સરપંચ જયદિપસિંહ રણા તથા ડેપ્યુટી સરપંચનો પતિ મહેશ ગોહિલનાઓ ગટર સફાઈનું કહેલું જેથી મારો પતિ સહિત અન્ય લોકો ગટરની સફાઈ કરવા ગયા હતા અને તે દરમ્યાન ગટર સફાઈ કરતી વેરા ગટરની કુંડીમાં ગુંગળાઈ જવાના કારણે મારા પતિ સહિત અન્ય ૨ લોકોના મોત થયા હતા.

સફાઈ કર્મચારીઓ અનુસૂચિત જાતિના હોવા છતાં કોઈપણ સેફટીના સાધનો વિના ગટરની સફાઈ કરાવતા હોય જેથી ગ્રામ પંચાયતના સરપંચ જયદિપસિંહ રણા અને ડેપ્યુટી સરપંચનો પતિ મહેશ ગોહિલ સામે કાયદેસર ફરિયાદ આપવાની ફરજ પડી છે.

બનાવ સંદર્ભે મૃતકની પત્નીની પોલીસે ફરિયાદ લઈ ત્રણ લોકોના મોતમાં માનવવધ,એટ્રોસિટી સહિત વિવિધ ભારતીય દંડની કલમ મુજબ ગુનો દાખલ કરી પોલીસે કાર્યવાહી કરી છે.દહેજ ગ્રામ પંચાયતની હદમાં સફાઈ કામદારોના મોતમાં ગ્રામ પંચાયતના તલાટી રજનીકાંત સવજીભાઈ મનાતને પણ ફરજમાં બેદરકારી બદલ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનો હુકમ પણ સામે આવ્યો છે.

૨૦૧૩ ના કાયદા મુજબ પ્રથમ ફરિયાદ નોંધાઈ ઃ મેન્યુઅલ સ્કેવેન્જસૅ તરીકે રોજગાર પર પ્રતિબંધ અને તેમના યુનવૅસન અધિનિયમ ૨૦૧૩ હસ્તેથી સફાઈ કામદાર એ દેશમાં ૬/૧૨/૨૦૧૩ થી પ્રભાવિત પ્રતિબંધિત પ્રવૃત્તિ છે જેથી કોઈ પણ વ્યક્તિ અથવા એજન્સી કોઈપણ વ્યક્તિને મેન્યુઅલ સ્કેવેન્જસૅ માટે રોકી અઠવા નોકરી આપી શકે નહીં તેવું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ફરિયાદ દાખલ કરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.