Western Times News

Gujarati News

૩૫ લાખની કિંમતના હાથી દાંત સાથે એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ

અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાથી દાંત સાથે એક મહિલા સહિત ચાર આરોપી ઓની ધરપકડ કરી છે. આરોપીઓ વેરાવળથી હાથીદાંત લાવીને વેચવાના ફિરાકમાં હતા. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે ડમી ગ્રાહક મોકલી પ્રતિબંધિત હાથીદાંત કબ્જે કર્યો.

ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આ ચારેય આરોપીઓના નામ પ્રકાશ જૈન, દાઉદ ખોખર, રાવિયા ખોખર અને અનિશ ખોખર છે. પકડાયેલ આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રતિબંધિત હાથીદાંતને વેચવા જતા પકડી પાડ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ ને બાતમી મળી હતી કે આરોપી પ્રકાશ જૈન એન્ટિક ચીજવસ્તુઓની વેચાણ કરી રહ્યો છે.

અને તેની પાસે એક હાથી દાંત છે. જે વહેચવાની ફિરાકમાં છે. જે આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડમી ગ્રાહક મોકલી આરોપીઓને હથીદાંત સાથે ઝડપ્યો સાથોસાથ આ ગુનામાં સંડોવાયેલ અન્ય ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી. પકડાયેલ આરોપીઓ પાસેથી પોલીસે ૧૪ કિલો વજનનો હાથી દાંત પણ કબ્જે કર્યો છે.

જે દાંત આરોપીઓ વેરાવળના પિતા પુત્ર શહેબાઝ કબરાણી અને અબ્દુલ કરીમ કબરાણી પાસે થી લાવ્યા હતા અને ફતેપુરામાં એક મકાનમાં રાખવામાં આવ્યો હતો. પ્રકાશ જૈન આ દાંત ૩૫ લાખમાં વહેચવાની ફિરાકમાં હતો.

પોલીસ પૂછપરછ દરમ્યાન એ પણ સામે આવ્યું છે કે પ્રકાશ જૈન વર્ષ ૧૯૯૨ થી ૨૦૦૬ સુધી તામિલનાડુના સેલમમાં રહેતો જ્યાં ચંદનચોર વિરપ્પનના પરિવારજનો પણ રહે છે.

જાેકે આરોપી તેના સંપર્કમાં હતો કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

હાલમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરીને તેઓની પૂછપરછ શરૂ કરી છે. જ્યારે વેરાવળના પિતા પુત્રની ધરપકડ કરવા માટેની તજવીજ પણ શરૂ કરી છે. જાેકે તેઓની ધરપકડ બાદ જ હકીકત સામે આવશે કે તેમણે હાથીદાંત ક્યાંથી અને કેવી રીતે મેળવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.