ભડકાઉ ભાષણ આપનારી કાજલ હિંદુસ્તાની જેલ ભેગી કરાઈઃ જામીન નામંંજૂર
ઉનાની કોર્ટે જામીન નામંજુર કરતા જૂનાગઢ જેલમાં મોકલાઈ
રાજકોટ, રામ નવમીએ ઉનામાં ભડકાઉ ભાષણ આપવાના મુદ્દેે કાજલ હિંદુસ્તાની સામેે ગુનો નોંધાયા બાદ આજે પોલીસે તેની ધરપકડ કરી હતી. બાદમાં તેનેે ઉના કોર્ટમાં હાજર કરવામાંઅ ાવી હતી. જાે કે કોર્ટે જામીન નામંજુર કર કરતા કાજલ હિંદુસ્તાની ને જૂનાગઢ જેલમાં મોકલવામાં આવી છેે.
કાજલ હિંદુસ્તાનીનું સાથુે નામ કાજલ શિંગાળા છે. ઉનામાં ભગવાન રામની શોભાયાત્રામાં ૩૦ હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. શોભાયાત્રા બાદ ત્રિકોણ બાગ પાસેની રાવલવાડી ખાતેેે ધાર્મિક સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યાં કાજલ હિંદુસ્તાનીએ ભાષણ આપ્યુ હતુ.
આ ભાષણમાં કાજલ હિંદુસ્તાનીએ પોતાના ભાષણમાં લવજેહાદ અને લેેન્ડ જેહાદ સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. કાજલેેે મુસ્લીમ યુવતિઓ હિંદુ યુવકો સાથે લગ્ન કરશે તો ફાયદા થશે. એવું વિવાદિત ભાષણ આપ્યુ હતુ.
બાદમાં ઉનામાં તંગદિલીનો માહોલ છવાઈ ગયો હતો. બાદમાં રાતના સમયમાં કુંભારવાડા અને ભોઈવાડા વિસ્તારમાં પત્થરમારાની ઘટના પણ બની હતી. આ ઘટના બાદ પોલીસ ે કોમ્બિંગ દરમ્યાન તલવારઅને કુહાડી સહિતના હથિયારો જપ્ત કરવામાં આવ્ય્ હતા. તા.૩૧મી માર્ચેે.ે મુસ્લીમ સમાજના યુવાનો દ્વારા કાજલ હિંદુસ્તાનીનો વિરોધ કર્યો હતો. અને વડલાચોક વિસ્તારમાં ચક્કાજામ કર્યો હતો.
બાદમાં મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા ઉના પોલીસને કાજલ હિંદુસ્તાની વિરૂર્ધ્ધ ફરીયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે કાજલ હિંદુસ્તાનીની ધરપકડ કરી હતી. અને આજે કાજલ હિંદુસ્તાનીને ઉના કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. કોર્ટે જામીન નામંજુર કરતા પોલીસે કાજલ હિંદુસ્તાનીને ઉનાથી જૂનાગઢ જ્યુડીશ્યલ કોર્ટમાં મોકલી છે.