Western Times News

Gujarati News

અમેરિકા કરતા વધારે સારા રસ્તા જમ્મૂ-ક્શ્મીરમાં હશેઃ નિતિન ગડકરી

નવીદિલ્હી, ભારતમાં નિતિન ગડકરીની દેખરેખમાં છેલ્લા ઘણા સમયથી વાહનવ્યવહારના નેટવર્કનો વિસ્તાર થઈ રહ્યો છે. કેન્દ્રીય કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ જમ્મૂ કશ્મીરના એક કાર્યક્રમમાં એક નિવેદન આપ્યું છે જે હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે.

તેમણે જણાવ્યું કે જલ્દી જ જમ્મૂ-કશ્મીરના રસ્તાઓનું નેટવર્ક અમેરિકા જેવું થઈ જશે. તેમણે જણાવ્યું કે આગામી ૩-૪ વર્ષમાં શ્રેષ્ઠ રસ્તાના નેટવર્કને બનાવવાનો પ્લાન બની ગયો છે. આ રાજ્યમાં ૧ લાખ ૨૫ હજાર કરોડોના પ્રોજેક્ટ ચલાવવામાં આવશે.

જમ્મૂ-કશ્મીરમાં લગભગ ૪૫ હજાર કરોડની કિંમતના ૧૩૩ કિલોમીટ લંબાઈની ૪૧ મહત્વપૂર્ણ ટનલોનું નિર્ણામ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં આ ટનલોમાં કામ શરુ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ કશ્મીરની તુલના સ્વિટ્‌ઝરલેન્ડ સાથે કરી હતી. તેમણે કહ્યું કે દુનિયાના લોકો સ્વિટ્‌ઝરલેન્ડ જાય છે, જ્યારે કશ્મીર તેનાથી વધારે સારુ અને સુંદર છે.

કેન્દ્રીય મંત્રી ગડકરીએ જમ્મુ-કાશ્મીરમાં બહુપ્રતિક્ષિત બે ટનલનું પણ નિરીક્ષણ કર્યું છે. તેમણે કહ્યું કે ૨૦૧૪ થી ૨૦૨૩ સુધી કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં ૧૪ ટનલ બનાવી રહી છે. ઝોજિલા ટનલ વિશે તેમણે કહ્યું કે ત્રણ વખત ટેન્ડર કરવામાં આવ્યું હતું. આમાં બધાએ ખૂબ મહેનત કરી છે. સંશોધન બાદ અમે આ ટનલ પર ૫ હજાર કરોડ રૂપિયા બચાવ્યા છે. આ ટનલ ૧૩.૧૪ કિલોમીટર લંબાઈની બની રહી છે. તે એશિયાની સૌથી લાંબી ટનલ છે. આ ટનલ -૨૬ ડિગ્રી તાપમાનમાં પણ કામ કરશે. હાલમાં તેનું ૩૮ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.

ઝેડ મોડ ટનલ પણ લગભગ તૈયાર છે અને ટૂંક સમયમાં જાહેર જનતા માટે ખોલવામાં આવશે. ઓક્ટોબર સુધીમાં શરૂ થવાની ધારણા છે. કેન્દ્રીય મંત્રીનું માનવું છે કે આ સુરંગો અને પ્રોજેક્ટ પૂરા થયા બાદ કાશ્મીર આવતા પ્રવાસીઓની સંખ્યામાં ૪ ગણો વધારો થશે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.