આગામી વર્ષે થનારી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે હું ફરી એક ઉમેદવાર તરીકે ઉતરીશ: બાઇડેન

વોશિગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાયડને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આગામી વર્ષે થનારી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે તેઓ ફરી એક ઉમેદવાર તરીકે ઉતરશે. પણ હું આ બાબતે કોઈ જાહેરાત કરવા માંગતો નથી. પણ મીડિયા સંસ્થાનને આપવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે તેઓ ૨૦૨૪માં એક વાર ફરી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે ઉતરવાની યોજના બનાવી રહ્યાં છે. પણ તેની કોઈ ઔપચારિક જાહેરાત નથી કરી.
મળતી માહિતી અનુસાર બાયડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ બંને એકવાર ફરી ચૂંટણી લડશે. મીડિયા રિપોર્ટ અનુસાર, બાયડન ફરી ચૂંટણી પ્રચાર અભિયાન શરુ કરવા પર અંતિમ ર્નિણય લેવા માટે તૈયાર છે. જણવી દઈએ કે જાે બાયડન વર્ષ ૨૦૧૯માં ડેમોક્રેટિક પાર્ટી તરફથી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા.
તેઓ ૮૦ વર્ષની ઉંમરે અમેરિકાના સૌથી ઉંમરલાયક રાષ્ટ્રપતિ બન્યા હતા. મીડિયા રિપોર્ટ પર એવી માહિતી પણ સામે આવી રહી છે કે આવતા વર્ષે તેઓ ચૂંટણીમાં ટ્ર્મ્પને ટક્કર આપશે.
તેમણે આધિકારીક રીતે પોતાની ઉમેદવારીની કોઈ જાહેરાત કરી નથી. પણ હાલમાં એક કાર્યક્રમમાં બાયડને ડોનાલ્ડ ટ્રમ્પને ભવિષ્યના રાષ્ટ્રપતિ કહી દીધા હતા અને પોતાની જાતને તેમણે ૪૦૦ વર્ષ જૂના ગણાવ્યા હતા. તેમણે એમ પણ જણાવ્યું કે તેઓ અમેરિકાના ભવિષ્યને લઈને ચિંતિંત છે. આટલી ચિંતા તેમને પહેલા ક્યારેય ન હતી. તેમનું આ નિવેદન હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર જાે રાષ્ટ્રપતિ બાયડન આ વર્ષે ચૂંટણી નહીં લડે તો તેમની જગ્યાએ કમલા હૈરિસ કે પછી પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામા રાષ્ટ્રપતિ ઉમેદવાર બની શકે છે. જ્યારે નિક્કી હેલી અને વિવેક રામાસ્વામીની રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેરાત થઈ છે. જ્યારે ટ્ર્મ્પ પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે.HS1MS