સિનીયર સીટીઝનોને લૂંટવા માટેની નવી તરકીબ અજમાવી રહ્યા છે ગઠિયાઓ
આપ જૈસે બૂઢે લોગોં કો ચપ્પુ દિખા કે લૂંટ લેતે હૈ, આપ કે સોને કે ઝેવર મુજે દે દો -પોલીસની ઓળખ આપી ચાર શખ્સોએ વૃદ્ધાના અઢી તોલાના દાગીના તફડાવી લીધા
અમદાવાદ, જાે કોઈ પોલીસની ઓળખ આપીને તમારા દાગીના ઉતારવાની વાત કરે તો તરત એલર્ટ થઇ જજાે, કારણ તે કોઈ પોલીસ નહીં પરંતુ લૂંટારા હોય છે. જે નજર ચૂકવીને દાગીનાની ચોરી કરે છે. શહેરમાં વૃદ્ધ મહિલાઓને પોલીસની ઓળખ આપીને દાગીના કઢાવતી ટોળકી સક્રિય થઇ છે. robbers-are-trying-a-new-technique-to-rob-senior-citizens
વહેલી સવારે આનંદનગરમાં રહેતાં એક વૃદ્ધાને ચાર શખ્સોએ રોકીને કહ્યું હતું કે મેં પુલીસ મેં હૂં ઔર અભી ચોર લોગ આપ જૈસે બૂઢે લોગોં કો ચપ્પુ દિખા કે લૂંટ લેતે હૈ, ઈસ લિય આપ, આપ કે સોને કે જેવર મુજે દે દો, મૈં આપ કો પાકીટ મેં રખ દેતા હૂં.
પોલીસ હોવાનું માનીને વૃદ્ધાએ દાગીના પાકીટમાં મૂક્યા હતા ત્યારબાદ ગઠીયા દાગીના ચોરી કરીને નાસી છૂટ્યા હતા. આનંદનગર વિસ્તારમાં આવેલી અભિનંદન પાર્ક સોસાયટીમાં રહેતા ૭૨ વર્ષના રેખાબહેન સોનારાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ચીટિંગની ફરિયાદ કરી છે. રેખાબહેન તેમના પુત્ર અમિત સોનારા સાથે રહેછે
જ્યારે તેમનો મોટો દીકરો દીપક તેના પરિવાર સાથે સ્મિતનગર સોસાયટી, આનંદનગર ખાતે રહે છે. ગઇકાલે સવારે રેખાબહેન મોટા દીકરા દીપકને મળવા માટે સ્મિતનગર સોસાયટીમાં ગયાં હતાં. પુત્રને મળીને રેખાબહેન ચાલતાં ચાલતાં પોતાનાં ઘર તરફ જતાં હતાં ત્યારે એક યુવક દોડતો દોડતો તેમની પાસે આવ્યો હતો.
યુવકે રેખાબહેન પાસે જઇને કહ્યું હતું કે મૈં પુલીસ મેં હૂં, આપકો પીછે ખડે તિવારી સાહેબ બુલા રહે હૈ. રેખાબહેને પાછળ ફરીને જાેયું તો ૨૫ ફૂટના અંતરે બે યુવકો ઊભા હતા. રેખાબહેન ત્યાં પહોંચ્યા ત્યારે ેક યુવકે પોતાની ઓળખ તિવારી તરીકેની આપી હતી.
તમામ શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી હતી અને રેખાબહેનને લૂંટનો ડર બતાવીને સોનાના દાગીના કાઢીને આપવા માટે કહ્યું હતું. રેખાબહેને યુવકોને અસલી પોલીસ માનીને તેમના તમામ દાગીના કાઢીને આપી દીધા હતા. તમામ શખ્સોએ દાગીના પર્સમાં મૂકીને રેખાબહેનને વાતોમાં રાખ્યાં હતાં
જ્યારે એક શખ્સે તેમની નજર ચૂકવીને દાગીના પર્સમાંથી કાઢી લીધા હતા. દાગીના કાઢી લીધા બાદ ચારેય શખ્સ ત્યાંથી નાસી ગયા હતા. રેખાબહેન ગભરાઈ જતાં તેમણે પુત્ર અમિતને ફોન કર્યાે હતો. અમિત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તરત જ પોલીસને જાણ કરી દીધી હતી.
આનંદનગર પોલીસે રેખાબહેનની ફરિયાદના આધારે ચાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચીટિંગનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ગઠિયા રેખાબહેનની સોનાની ચેઈન તેમજ બંગડીઓ મળીને કુલ અઢી તોલા દાગીના લઇને નાસી ગયા હતા.