Western Times News

Gujarati News

લાઈટબિલ ભરવા જેવી નજીવી બાબતે પિતા સાથે ઝઘડો કરી ચપ્પુ માર્યુ

દીકરો લાઈટબિલ ભરતો ન હોવાથી પિતાએ ઠપકો આપતાં મામલો બીચક્યો હતો

અમદાવાદ, રામોલમાં લાઈટબિલ ભરવા જેવી બાબતમાં દીકરાએ પિતા સાથે ઝઘડો કરી ચપ્પાના ઘા ઝીંક્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દીકરો લાઈટબિલ ભરતો ન હોવાથી પિતાએ ઠપકો આપતાં મામલો બીચક્યો હતો.
રામોલની વૃંદાવન સોસાયટીમાં રહેતા કાલુરામ ખટીકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. Son quarreled with his father over a paying the light bill and hit him with a knife.

કાલુરામ તેમની પત્ની સાથે રહે છે અને ઉપરના માળે તેમનો દીકરો રમેશ અને તેની પત્ની સાથે રહે છે. તેમનો દીકરો ઉપરના રૂમની લાઈટ વાપરે છે, પરંતુ લાઈટબિલ આવે તો તેમનો દીકરો ભરતો નથી, જેથી કાલુરામ જ્યારે તેને લાઈટબિલ ભરવાનું કહે ત્યારે તે ઝઘડો કરતો હોય છે.

ગઈકાલે કાલુરામ તેમના ઘરે હાજર હતા ત્યારે લાઈટબિલ ઘરે આવ્યું હતું. કાલુરામે તેમના દીકરાને બોલાવીને તું લાઈટબિલ ભરી દે તેમ કહેતાં તે ગુસ્સે થઇ ગયો હતો. કાલુરામે દીકરાને કહ્યું હતું કે હું તારો બાપ છું, કેમ ગાળો બોલે છે ?તેમણે આમ કહેતાં જ દીકરો પિતા સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો.

કાલુરામ દીકરાને શાંતિથી સમજાવવા જતા હતા ત્યારે દીકરાએ ઘરમાંથી ચપ્પુ લઇ આવીને પિતા કાલુરામને ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા. કાલુરામને ચપ્પાના ઘા વાગતાં લોહી નીકળવા લાગ્યું હતું. આ દરમિયાન કાલુરામે બૂમાબૂમ કરતાં આસપાસના લોકોએ આવી જઈ તેમને વધુ મારમાંથી છોડાવ્યા હતા.

આ સમયે તેમનો દીકરો ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ કાલુરામને સારવારઅર્થે હોસ્પિટલ લઇ ગયા હતા. સારવાર દરમિયાન તેમણે દીકરા રમેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.