Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સરકાર પાસેથી કંપની-ટ્રસ્ટો જમીન માંગે કંઈક અને મેળવે કંઈક એવું થતું અટકાવવા લેવાયો આ નિર્ણય

પ્રતિકાત્મક

સરકારી જમીનની માગણી દરખાસ્તમાં બાયસેગ કે સેટેલાઈટ ‘મેપ’ ફરજીયાત-દબાણ, ફેન્સિંગ, બાંધકામ સ્પષ્ટ દેખાય તેવા ફોટોગ્રાફ સાથે દરખાસ્ત કરવા આદેશ

(એજન્સી)ગાંધીનગર, રાજયના મહેસુલ વિભાગે સરકારી પડતર ગામતળ, ગૌચરની જમીન અંગેની માગણી દરખાસ્તના માંગણીવાળી જમીનની સ્થળ-સ્થિતી સ્પષ્ટ થાય તે માટે બાયગેસ કે સેટેલાઈટ મેપ ફરજીયાત કર્યો છે. સોમવારે સરકારે પરીપત્ર કરીને તમામ કલેકટરોથી લઈને જમીનની માંગણી કરનારા ખાનગી અરજદારો, ટ્રસ્ટો, સંસ્થાઓ, કંપનીઓના આ બાબતે સુચીત કર્યા હતા.

હાલમાં ટ્રસ્ટો સંસ્થા કે કંપની દ્વારા જયારે જમીનની માંગણી થાય ત્યારે દરખાસ્તમાં સ્થળ સ્થિતીમાં સ્પષ્ટતાને અભાવે ઘણીવાર માંગે કંઈક અને મળે કંઈક એવું હતું. જેના કારણે ફાળવણીને તબકકે અન્ય સર્વે નંબરો, માપણીને લઈને ભારે પ્રશ્નો ઉપસ્થિત થતા હતા.

આ પ્રકારના વહીવટી ગુંચવાડા રોકવા સોમવારે મહેસુલ વિભાગના સેકશન અધિકારી સુનીલ સલુજાની સહીથી પરીપત્ર થયો છે. જેમાં કહેવાયું છે કે, સરકારી પડતર ગામતળ, ગૌચરની જમીન વિવિધ ખેતી વિષયક બિન ખેતી વિષયક હેતુઓઅ શૈક્ષણીક કે અન્ય હેતુસર ખાનગી અરજદારો ટ્રસ્ટ સંસ્થાઓ કે

કંપનીઓને બજાર કિંમત વસુલીને ટોકન દરે અથવા તો ભાડાપટ્ટે ફાળવણીની દરખાસ્તો રજુ કરવામાં આવે ત્યારે એ માંગણીવાળી જમીનની સ્થળ સ્થિતી સ્પષ્ટ થાય તે માટે દરખાસ્તમાં બાયસેગ કે સેટેલાઈટ મેપ સામેલ રાખવો પડશે. એટલું જ નહી માંગણીવાળી જમીનના અધતન સ્થળ સ્થિતી જમીન પર કોઈપણ પ્રકારે દબાણ હોય કોઈને કબજાે હોય તો ફેન્સીગ કે

અન્ય દિવાલ કે બાંધકામ હોય તો તે પણ સ્પષ્ટપણે દેખાય તેવી ફોટોગ્રાફ પણ સામેલ કરવાના રહેશે. આ બંને જરૂરીયાતો ઉપરાંત માંગણીવાળી જમીનનું સર્કલ ઓફીસરે પ્રમાણિત સ્થળ સ્થિતી દર્શાવતું સાક્ષીઓની સહીવાળુ અધતન પંચરોજકામ પણ સામેલ રાખવું પડશે.

ઉપરોકત ત્રણેય સુચનાઓનો અમલ કલેકટર કે જીલ્લા વિકાસ અધિકારી સમક્ષ દરખાસ્તોને તબકકે જ કરવાનો રહેશે. જેથી ફાળવણી કે નિર્ણયની પ્રક્રિયા તબકકે માંગણીવાળી જમીનની સ્થળ સ્થિતી સ્પષ્ટ બની રહે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers