આપઘાત અંગેનો મેેસેજ મળતા જ પોલીસે એક કલાકમાં ઓપરેશન પાર પાડી બેંક મેનેજરને બચાવ્યો
(એજન્સી) અમદાવાદ, આત્મહત્યા એ કોઈ સમસ્યાનું નિરાકરણ કે સમાધાન નથી. પરંતુ કાયરતાની નિશાની છે. આત્મહત્યાનો વિચાર આવે તો સરકારેેે એક મિનિટ, વિકલ્પ છે… હેલ્પલાઈન પણ શરૂ કરી છે. આત્મહત્યા કરવા જાઉ છુે એવો મેસેજ પત્નીનેેે કરનાર બેંકના મેનેજરને પોલીસે એક કલાકની મહેનત બાદ હેમખેમ બચાવી લીધો હતો.
અને આત્મહત્યા નહીં કરવા સમજાવ્યુ હતુ. પલીસે સમજાવતા મેનેજરે આત્મહત્યા કરવાનો વિચાર મનમાંથી કાઢી નાંખ્યો હતો. અને ખુેશ થઈને પોતાની પત્ની સાથે ઘરે ગયો હતો. નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એસજે.ભાટીયા પોતાની ફરજ પર હાજર હતા ત્યારે નીતા (પાત્રોના નામ બદલ્યા છે) નામની મહિલા આવી હતી.
અને પીઆઈને તેના પતિ રૂપેશેે કરેલા મેસેજ વંચાવ્યો હતો. રૂપેશનો મેસેજ વાંચીનેેે પીઆઈ ભાટીયા એલર્ટ મોડ પર આવી ગયા હતા. અને સીધો જ ઝોન-૪ના ડીસીપી ડો.કાનદેસાઈને ફોન કરી દીધો હોત. રૂપેશે આત્મહત્યા કરવા માટે જઈ રહ્યો છે એવો મેસેજ પત્નીને કર્યો હતો. ડીસીપીએ રૂપેશનું મોબાઈલ લોકેશન કઢાવીનેે તરત જ પીઆઈનેેે મોકલ્યુ હતુ.
આ મામલે નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.જે.ભાટીયા એ જણાવ્યુ હતુ કે લોકેશન આવતાની સાથે જ રૂપેેશનેે શોધવા માટે ટીમો તૈયાર કરી લીધી હતી. રૂપેશે મેેસેજ કરીને મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો.અને તે ફોન ચાલુ કરે તેની રાહ જાેવાઈ રહી હતી.
રૂપેશેેે ફોન ચાલુ કર્યો ત્યારે લોકેશન મોડાસાનું આવ્યુ હતુ. જેમાં પલીસની એક ટીમ મોડાસા જવા માટે રવાના થઈ હતી. દરમ્યાનમાં રૂપેશ આપઘાત કરી ન લે તે માટેેે પીઆઈ ભાટીયાએે તરત મોડાસા પોલીસનેે પણ લોકેશન મોકલીનેે જાણ કરી દીધી હતી. મોડાસા પોલીસે લોકેશનના આધારે રૂપેશની અટકાયત કરીને સ્થળ પર જ રોકી રાખ્યો હતો.
માત્ર એક કલાકમાં જ નરોડા પોલીસ મોડાસામાં રૂપેશ પાસે પહોંચી ગઈ હતી. રૂપેશને લઈને પોલીસ નરોડા પરત આવી ગઈ હતી. જ્યાં પત્ની નીતાને જાેઈ તે ભાંગી પડ્યો હતો. પોલીસેે રૂપેશનેે આત્મહત્યા નહીં કરવા માટેે સમજાવ્યુ હતુ. પોલીસેેે સમજાવ્યા બાદ રૂપેેશે આત્મહત્યા નહીં કરવાનુ નક્કી કરી લીધુ હતુ. અને ખુશી તેમજ હસતા ચહેરે પોતાના ઘરે પરત ફર્યો હતો.