ગરીબ શ્રમિકોને લૂંટી લેતી લૂંટારૂ રીક્ષા ગેંગ ઝડપાઈ
રાજકોટ, રાજકોટ-મોરબી જીલ્લામાં એક માસ દરમ્યાન પરપ્રાંતિય મજુરોને રીક્ષામાં બેસાડીને અવાવરૂ જગ્યાએ લઈ જઈ છરી બતાવી ધમકાવીને રોકડ-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવતી રીક્ષાગેંગ્ને ક્રાઈમ બ્રાંચેે ઝડપી લીધી હતી અને ર હજારની રોકડ, રીક્ષા અને છરી કબજે કરી રર ગુનાના ભેદ ઉકેલ્યા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છેે.
આ અંગેની વિગત એવી છે કે રાજકોટના ગોંડલ, શાપર, પારડી, લોધિકા તેમજ મોરબી, વાંકાનેર સહિતના પ્ંાંથકમાં પરપ્રાંતિય મજુરોને રીક્ષામાં બેસાડીને કોઈ અવાવરૂ જગ્યાએ લઈ જઈ છરી બતાવીને માકૂટ કરી રોકડા- મોબાઈલ અને ચાંદીના દાગીના લૂંટી લેતી હતી.
આ રીંક્ષા ગેેંગ અમદાવાદ હાઈવે પરના કે.પી.ઈન્ડ્રસ્ટ્રીઝ ઝોન નજીક હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચના પીઆઈ બી.ટી. ગોહિલના માર્ગદર્શન હેઠળ ફોજદાર ડી.સી.સાકરીયા તથા સહદેવસિંહ, મયુરસિંહ, ભરતસિંહ સહિતના સ્ટાફેે વૉચ ગોઠવી હતી. અને પારડી ગામે રહેતા દર્શન ઉર્ફે ભૂદેવ ભરત ચૌહાણ, હુડકો પાછળના નાડોદાનગરમાં રહેતો મયુર રવજી ડાભી અને વેેલનાથપરાના બિપીન પોપટ સોલંકી તેમજ એક સગીરને ઝડપી લીધો હતો.
પોલીસેે રીક્ષા ગંંગ પાસેથી રૂા.૩ હજારની રોકડ, છરી, મજુરોના આધારકાર્ડ, રીક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે રીક્ષાગેંગની આકરી સરભરા કરી પૂછતાછ કરતા રર પરપ્રાંતિય મજુરોનેે છરી બતાવી લૂંટી લીધાની કબુલાત કરી હતી. પોલીસે તાલુકા પોલીસ અને આજી ડેમ પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો
અને લૂંટારૂ ગેંગ દ્વારા રાત્રીના મુસાફરી કરતા પરપ્રાંતિય મજુરોને રીક્ષામાંં બેસાડ્યા બાદ અવાવરૂ જગ્યાએ લઈ જતી હતી અને મારકૂટ કરી છરી બતાવી લૂંટી લઈ ફરાર થઈ જતા હોવાનું ખુલ્યુ હતુ. પોલીસે વધુ તપાસ અર્થે રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.