Western Times News

Gujarati News

સાયબર ક્રાઈમનો ભોગ બનતા સિનિયર સિટીઝનની મદદ માટે પોલીસ સજજ

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા જિલ્લામાં દિનપ્રતિદિન વધી રહેલા સાયબર ક્રાઇમના બનાવોમાં સિનિયર સિટીઝન વધુ ભોગ બનતાં હોય છે. આ માટે જિલ્લા પોલીસે આગળ આવી છેઅને. સિનિયર સિટીઝનોમા ખાસ જાગૃતતા કેળવાય તે હેતુસર સાયબર અવેરનેશનો ખાસ ઝુંબેશ હાથ ધરવાનું આયોજન નક્કી કરાયું છે. Police ready to help senior citizens who are victims of cybercrime

જિલ્લાની સિટીમ દ્વારા દૈનિક ૧૦ સિનિયર સિટીઝનના ઘરની મુલાકાત લઈ સાયબર ફ્રોડના શિકાર ન બને તે માટે જાગૃત કરશે અને જાે કદાચ ભોગ બન્યા હોય તો શુ શુ કરવુ તે વિશે સમજ આપવામાં આવશે.

ખેડા જિલ્લામાં નોધાયેલા ૧ હજારથી વધુ સિનિયર સિટીઝન સુરક્ષિત મહેસુસતા કેળવે તે હેતુસર પોલીસની સિ ટીમ દ્વારા ખાસ ઝૂંબેશ આદરવામાં આવ્યો છે. દરરોજના ૧૦ સિનિયર સિટીઝનના ઘરની મુલાકાત લઈ સાયબર ફ્રોડના શિકાર ન બને તે માટે શુ પગલા લઈ શકાય તે દિશામાં જાગૃત કરવામાં આવશે.

અથવા તો તમે ભોગ બન્યા છો તો શુ કરવું વિગેરે બાબતોની માહિતી આપશે. આ ઉપરાંત પોલીસે પોલીસ સ્ટેશન દિઠ નોંધાયેલા સિનિયર સિટીઝનોનુ વોટ્‌સએપ ગ્રુપ બનાવી કોમ્યુનિકેશન કેળવાશે. તો હજી પણ કેટલાક સિનિયર સિટીઝનોએ એપ્લીકેશન ડાઉનલોડ નથી કરાવી

તેઓને આ એપ્લિકેશન ડાઉનલોડ કરાવવાનું આયોજન નક્કી કરાયું છે.આ માટે આજે નડિયાદ ખાતે પોલીસ કૉમ્યુનિટી હોલમાં સિ ટીમના પોલીસ જવાનો સાથે જિલ્લા પોલીસ વડાએ ખાસ મીટીંગ યોજી હતી. અને સિનિયર સિટીઝનને સાઇબર ક્રાઇમ અવેરનેશ બાબતે પોલીસ અધિક્ષકે જરૂરી સૂચનો આપ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા સહિતના પોલીસ અધિકારીઓનો સ્ટાફ?

હાજર રહ્યો હતો. ટેકનોલોજી સાથે તાલમેલના અભાવે ગઠિયાઓના જાંસામાં આવી જતાં સિનિયર સિટીઝનો હવે આ ઝુંબેશના કારણે યોગ્ય માર્ગદર્શન મળી રહેશે.આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા એક અભિયાન ચલાવાયું છે

સિનિયર સિટીઝન પોતાને સુરક્ષિત મહેસૂસ કરે એમાં ખાસ કરીને સમગ્ર રાજ્યમાં સિ ટીમ જે બનાવાય છે, તે સિનિયર સિટીઝન સલામતી, કાળજી લેતા હોય છે. એ માટે વિઝીટ કરી માર્ગદર્શન આપતા હોય છે. પરંતુ આજની તાલીમમાં ખાસ કરીને સિ ટીમના બહેનો અને ભાઈઓ જે છે

તે સિનિયર સિટીઝનમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા માટે ભોગ ન બને તે માટે તમામ સિનિયર સિટીઝનના ઘરની મુલાકાત લેશે. ખેડા જિલ્લામાં રજીસ્ટર થયેલા ૧,૦૦૦ થી વધુ સિનિયર સિટીઝન છે તો અન્ય બાકી છે તેઓને એપ દ્વારા પોલીસ એમને જાતે જઈ રજીસ્ટ્રેશન કરાવશે.

ખાસ કરીને પોલીસ સ્ટેશન દીઠ નોંધાયેલા સિનિયર સિટીઝનના વોટ્‌સએપ ગ્રુપ બનાવવામાં આવશે. જેમાં પોલીસ અધિકારીઓ પણ હશે. ખાસ કરીને એકલા રહેતા વડીલ વૃદ્ધો માટે પણ ખાસ આયોજન કરાયું છે. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા, ડીવાયએસપી ઊ ડી.વી.બસીયા,એલસીબી પી.આઈ કે.આર. વેકરીયા, નડીઆદ ટાઉન પી.આઈ એચ.બી.ચૈાહાણ, મહીલા પોસ્ટ પી.આઈ એમ.એમ.લાલીવાલા તથા મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.