Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વલસાડના અતુલ હાઈવે પર કન્ટેનર, ટેમ્પો અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત

(તસ્વીરઃ અશોક જાેષી)  વલસાડના અતુલ હાઈવે પર આજે ત્રિપલ અકસ્માતની વિચિત્ર ઘટના બની હતી. કન્ટેનર, ટેમ્પો અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં છ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. બ્રિજ પરથી પસાર થઈ રહેલા કન્ટેનરનું ટાયર ફાટતા એક ટેમ્પોને અને ત્યારબાદ કારને ટક્કર મારી હતી.

ટેમ્પોને ટક્કર લાગતા બ્રિજની દીવાલ પર ડ્રાઈવલ કેબીન લટકી ગઈ હતી. જેમાંથી ડ્રાઈવર નીચે પટકાતા ઈજા પહોંચી હતી. ત્રિપલ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જાેવા મળ્યા હતા. વલસાડના અતુલ હાઈવે પર આજે સવારે સુરતથી મુંબઈ તરફ જઈ રહેલા એક કન્ટેનરનું ટાયર ધડાકાભેર ફાટ્યું હતું.

જેના કારણે બાજુની લેનમાં જઈ રહેલા ટેમ્પોને ટક્કર મારી હતી. જેથી ટેમ્પો ડીવાઈડહર કુદાવી સુરત તરફ જતી એક કાર સાથે અથડાયું હતુું. ટેમ્પો ચાલકે કાબૂ ગુમાવતા બ્રિજની દીવાલ સાથે અથડાયું હતું. જેમાં ડ્રાઈવર કેબીન દીવાલ પર લટકી જતા ડ્રાઈવર નીચે પટકાયો હતો. અકસ્માતમાં બે બાળકો સહિત ૬ લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતની જાણ થ તા પારડી અને વલસાડ ૧૦૮ની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી ઈજાગ્રસ્તોનેે સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.અકસ્માતમાં કન્ટેનર ચાલકને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળે છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers