‘કોવિશિલ્ડ’ વેકસીનનું ઉત્પાદન ફરી શરૂ કરવા સીરમ ઈન્સ્ટીટયુટ દ્વારા નિર્ણય
નવી દિલ્હી: દેશમાં કોરોનાની વધુ એક હલકી લહેર આવી રહી હોવાના સંકેત છે અને તે સમયે બે ડોઝ બાદના બુસ્ટર ડોઝ તથા આરોગ્ય સહિતના હાઈ-રીસ્ક કેટેગરીમાં આવતા કર્મચારીઓને જરૂર પડે ચોથો ડોઝ આપવાની આવશ્યકતા રહેશે
તેવા અંદાજ બાદ દેશમાં સૌથી વધુ ભરોસાપાત્ર સાબીત થયેલી ‘કોવિશિલ્ડ’ વેકસીનનું ઉત્પાદન ફરી શરૂ કરવા પુના સ્થિત સીરમ ઈન્સ્ટીટયુટ દ્વારા નિર્ણય લેવાયો છે. Decision by Serum Institute to resume production of ‘CoviShield’ vaccine
જો કે હવે સરકાર ફ્રીમાં વેકસીન આપે તેવી શકયતા નહીવત છે તેથી સીરમે દેશની હોસ્પીટલો તથા રાજય સરકારોના એડવાન્સ ઓર્ડરના આધારે જ વેકસીન ઉત્પાદન કરવા અને તે પેઈડ હશે તે નિશ્ચિત કરશે.
જો કે તે માટે 90 દિવસનો પ્રથમ શેડયુલ તૈયાર કરાયો છે અને તેમાં 60-70 લાખ ડોઝ ઉત્પાદીત કરશે. જે 1 વર્ષની એકસપાયરી ધરાવતા હશે પછી આવશ્યકતા મુજબ વેકસીન ઉત્પાદન આગળ વધારાશે.