ઉમિયાધામ મંદીર માટે ઈંટ, શિલાની સાથે આજીવન સભ્ય માટે દાન લેવાશે
(એજન્સી)અમદાવાદ, જગતજનની ઉમિયા માતાજીનું વિશ્વનું સૌથી ઉચું મંદીર જાસપુર ખાતે તૈયાર કરવામાં આવી રહયુંછે. ત્યારે મંદીર નિર્માણ માટે વિશ્વ ઉમીયા ફાઉન્ડેશન દ્વારા રાજયભરમાંથી હાલ દાન એકત્ર કરવામાં આવી રહયું છે.
તેની સાથે જ મંદીરના નિર્માણમાં સમાજના વધુને વધુ લોકોને સહયોગ મળી રહે તે ઉદેશ્ય સાથે ઈટથી લઈ પથ્થરો, મંદીરના શુભેચ્છક તરીકે પણ દાતા શોધવામાં આવી રહયા છે. જેમાં ઈટદાન માટે ૧ હજાર રૂપિયાથી લઈ શિલા દાન માટે પ૧ હજાર પીલર દાતા તરીકે ૧૧ લાખ આજીવન, સભ્ય માટે ૧૧ લાખ સહીત અન્ય દાન એકત્ર કરવામાં આવી રહયું છે.
આ દાન એકત્ર કરવાના ઉદેશય સાથે ફાઉન્ડેશન દ્વારા નિકોલ વિસ્તારમાં ર૩ એપ્રિલથી ૧ મે સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.
વિશ્વ ઉમીયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલના જણાવ્યા અનુસાર નિકોલમાં યોજાનાર આ રામકથા દરમ્યાન પાટીદાર સહીત તમામ સમાજના લોકો પાસેથી દાન મેળવાશે. અત્યાર સુધીી જાસપુર ઉમીયા મંદીરના કુલ ૧૪૪૦ પીલરમાંથી ૧૧૬૦ પીલરના દાતાઓ પાસેથી દાન મેળવવામાં આવ્યું છે.
જયારે બાકીના ર૮૦ પિલર માટે નિકોલમાં યોજાનાર રામ કથામાં દાન એકત્રીીત કરવામાં આવશે. આ રામકથામાં રાજયભરમાં વસતા પટેલ સહીત અન્ય સમાજના લોકો તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજરી આપશે.
જયારે રામકથાના અંતીમ દિવસે લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યં છે. જાસપુર ઉમીયા મંદીરના ગર્ભગૃહનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.