Western Times News

Gujarati News

પાલનપુર બસપોર્ટ ખાતે ૭૦ નવીન બસોનો લોકાર્પણ સમારોહ યોજાયો

શંકરભાઈ ચૌધરી અને હર્ષભાઈ સંઘવીના હસ્તે લીલીઝંડી આપી લોકાર્પણ

(માહિતી બ્યુરો, પાલનપુર) ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. ૨૧.૩૬ કરોડના ખર્ચથી ખરીદેલ અને લોકોની સેવા માટે મૂકાયેલી ૭૦ નવીન બસોનું પાલનપુર બસપોર્ટ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી અને ગૃહ તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે પૂજન કરી, લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અધ્યક્ષશ્રી સહિત મંત્રીશ્રીએ, મહાનુભવો અને સામાન્ય જનતા સાથે બસમાં મુસાફરી કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં પધારેલા મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ સ્લીપર અને લક્ઝરી બસોનું લોકાર્પણ કરી નવિન બસપોર્ટમાં ફરીને મુસાફરો માટે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા કરાયેલ સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યુ હતું.

આ પ્રસંગે લોકસભા સાંસદશ્રી પરબતભાઈ પટેલ, રાજ્યસભા સાંસદશ્રી દિનેશભાઈ અનાવાડીયા, ધારાસભ્યો સર્વશ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી માવજીભાઈ દેસાઈ, કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષકશ્રી

અક્ષયરાજ મકવાણા, પૂર્વમંત્રીશ્રીઓ હરીભાઈ ચૌધરી, શ્રી કિર્તીસિંહ વાઘેલા, શ્રી હરજીવનભાઈ પટેલ અને શ્રી કાંતિભાઈ કચોરીયા, પૂર્વ ધારાસભ્યશ્રી શશીકાંતભાઈ પંડ્યા સહિત પદાધિકારીઓ- એસ.ટી. નિગમના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.