Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ખાનગી એમ્બ્યુલન્સમાં દારૂની હેરફેર કરતો શખ્સ ઝડપાયો

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) પ્રોહી અંગેની મળેલ બાતમીને આધારે ભથવાડા ટોલનાકા પર પ્રોહી ડ્રાઇવ અન્વયે વાહન ચેકિંગ દરમિયાન પીપલોદ પોલીસે રૂપિયા ૧.૧૮ લાખ ઉપરાંત ની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે દર્દીઓને લાવવા લઈ જવા માટેની ખાનગી એમ્બ્યુલન્સ ગાડી પકડી પાડી તેના ચાલકની અટક કરી

તેની પાસેથી રૂપિયા ૩૦૦૦/- ની કિંમત નો મોબાઇલ ફોન તેમજ રૂપિયા ચાર લાખની કિંમતની ખાનગી એમ્બ્યુલન્સ ગાડી મળી કુલ રૂપિયા ૫.૨૧ લાખ ઉપરાંતની કિંમતનો મુદ્દામાલ કબજે લીધાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર પીપલોદ પીએસઆઇ જી બી પરમાર તેમના સ્ટાફના પોલીસ કર્મીઓ સાથે રોહિત ડ્રાઈવ અન્વયે નાઈટ રાઉન્ડમાં નીકળ્યા હતા

તે દરમિયાન ભથવાડા ટોલનાકા પર વાહન ચેકિંગમાં હતા તે વખતે લીમખેડા તરફથી જીજે.૧૦.ડબલ્યુ.૭૨૨૭ નંબરની સફેદ લીલા પટ્ટા વાળી ખાનગી એમ્બ્યુલન્સ ફોરવિલ ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ ગોધરા તરફ જનાર હોવાની બાતમી મળતા જે બાદમી ના આધારે ભથવાડા ખાતે

પીપલોદ પીએસઆઇ જી બી પરમાર તથા તેમના સ્ટાફના પોલીસ કર્મીઓ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન બાતમીમાં દર્શાવેલ નંબરની સફેદ લીલા પટ્ટા વાળી ખાનગી એમ્બ્યુલન્સ ગાડી નજીક આવતા જ પોલીસે ચારે બાજુથી ઘેરી લઈ પકડી પાડી ઈ ગુજકોપ એપ્લિકેશનની મદદ થી વાહન માલિક નું નામ સર્ચ કરી

મળેલ માહિતીને આધારે ગાડીમાં તપાસ કરતા એમ્બ્યુલન્સ ગાડીની કેબિનના પાછળના ભાગે એક પેટી જેવા બનાવેલા ચોર ખાનામાં સંતાડીને મુકેલ રૂપિયા ૧,૧૮,૩૧૦/- ની કુલ કિંમતની ભારતીય બનાવટના જુદી જુદી બ્રાન્ડના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૨૮૫ પકડી પાડી તેના ચાલક ગોધરા તાલુકાના મોડવા ગામના વિક્રમસિંહ લક્ષ્મણસિંહ દેવડા (રાજપુત) ની અટક કરી તેની પાસેથી રૂ.૩૦૦૦/- ની કિંમત નો મોબાઇલ ફોન પકડી પાડી

સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ચાર લાખની કિંમતની સફેદ લીલા પટ્ટા વાળી ખાનગી એમ્બ્યુલન્સ ગાડી મળી કુલ રૂપિયા ૫,૨૧,૩૧૦/- નો મુદ્દા માલ કબજે લઈ પકડાયેલ એમ્બ્યુલન્સ ચાલક વિક્રમસિંહ લક્ષ્મણસિંહ દેવડા (રાજપુત) વિરુદ્ધ પ્રોહિબિશન નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી સદર દારૂનો જથ્થો ક્યાંથી લાવી ગોધરા તરફ કોને પહોંચાડવાનો હતો. તે બાબતે પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers