Western Times News

Gujarati News

જેલમાંથી ફરાર થયેલો હિસ્ટ્રીશિટર નવસારીમાં ઓળખ છુપાવી દારૂનો ધંધો કરતો હતો

ભરૂચ અને સુરત જેલમાંથી ફરાર હિસ્ટ્રીશીટર ઝડપાયો-બે મર્ડર સહીત અનેક ગુનાઓનો માસ્ટમાઈન્ડ ફરી જેલમાં ધકેલાયો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) રાજીવ ઉર્ફે રાજુ બિહારી ઉર્ફે રાજેશ સુરંજનસિંગ રાજપુત ભરૂચ સબ જેલ તથા લાજપોર મધ્યસ્થ જેલ સુરત આમ બન્ને જેલ ખાતેથી વચગાળાના જામીન પરથી ફરાર હતો.

આ શખ્શ નવસારી શહેરમાં ઓળખ છુપાવી દારૂનો વેપલો ચલાવતો હોવાની ભરૂચ પોલીસને માહિતી મળતા તેણે ઝડપી પાડી ઝઘડીયા પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. Absconding history sheeter caught from Bharuch and Surat jails

પોલીસ મહાનિરિક્ષક સંદીપસિંહ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ દ્વારા પેરોલ ફર્લો જમ્પ કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ઝુંબેશ હાથ ધરાવી છે.કાયદો અને વ્યવસ્થાને મજાક બનાવી જેલની સજાનો હુકમ હોવા છતાં ફરાર થઈ ગયેલા આ ગુનેગારોને પકડી પાડી જેલના સળિયા ગણતા કરવા અધિકારીઓએ વિશેષ સૂચના આપી છે.

આ ફરાર આરોપીઓને પકડવા પી.એસ. આઈ વી.એ.રાણા તથા પેરોલ ફર્લો સ્કોર્ડ ભરૂચની ટીમે પેરોલ, ફર્લો તથા વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલા આરોપીઓની માહિતી એકત્રિત કરી આરોપી શોધી કાઢવા એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

લાંબા સમયથી ફરાર રાજીવ ઉર્ફે રાજુ બિહારી ઉર્ફે રાજેશ સુરંજનસિંગ રાજપુતને ભરૂચ પોલીસે નવસારીથી ઝડપી પાડ્યો છે.આ આરોપી એક હિસ્ટ્રીશીટર ગુનેગાર છે જેણે પોતાની ગેંગ સાથે મળી હત્યાના બે ગુણ ઉપરાંત મારામારી અને પ્રોહીબીશનના અનેક ગુનાઓને અંજામ આપ્યો છે.

આરોપી પાંચેક વર્ષ પહેલા ઝઘડીયાની સ્‌ઢ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ હતો.અહીં તેણે પોતાની ગેંગ સાથે મળી હત્યા કરી મૃતકની લાશ નાળામાં ફેંકી દીધી હતી.ગુનામાં ભરૂચ સબ જેલ ખાતે મોકલવામાં આવેલ જેને તા.૧૦/૦૮/૨૦૧૮ થી ૨૪/૦૮/૨૦૧૮ સુધી દિન ૧૪ માટે વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

રાજીવ ઉર્ફે રાજુ બિહારી ઉર્ફે રાજેશ સુરંજનસિંગ રાજપુત વચગાળાના જામીન પરથી ફરાર થઈ ગયેલ જે દરમ્યાન તેણે હત્યાના વધુ એક ગુનાને અંજામ આપ્યો હતો.હત્યા એ હળી ઘાતિકી રીતે કરવામાં આવી હતી કે મૃતકને અંન્ડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં ચણી દીધો હતો.

આ ગુનામાં પકડાયા બાદ તેણે સુરત લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.અહીં પણ તા.૨૧/૧૨/૨૦૨૨ થી ૨૮/૧૨/૨૨ સુધી દિન ૦૭ ના વચગાળાના જામીન મેળવી ત્યાંથી પણ તે ફરાર થઈ ગયો હતો. ભરૂચ અને સુરત જીલ્લામાં હત્યા,

મારામારી અને દારૂના વેપલાના અનેક ગુનાઓનો હિસ્ટ્રીશીટર બે-બે વાર જેલમાંથી પેરોલ લઈ ફરાર થી જતા ભરૂચ પેરોલ ફર્લો સ્કોડે તેને ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો છે.ઓળખ અને હકીકત છુપાવી દારૂના વેપલામાં સંડોવાયેલા હિસ્ટ્રી શીટર ગુનેગાર રાજીવ ઉર્ફે રાજુ બિહારી ઉર્ફે રાજેશ સુરંજનસિંગ રાજપુતને ભરૂચ પોલીસે નવસારી જીલ્લા માંથી ઝડપી પાડ્યો છે.આ શખ્શ બે-બે વાર જેલ માંથી પેરોલ મેળવી ફરાર થી ગયો હતો અને ગેંગ સાથે મળી ગુનાઓને અંજામ આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.